Photo art 6

આર્ટ ધ ફોટો સંસ્થા દ્વારા વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી

Photo art 3

તા.૧૯ ઓગષ્ટ વિશ્વ ફોટોગ્રાફી દિવસ
આર્ટ ધ ફોટો સંસ્થા દ્વારા વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણીના ભાગરૂપે “Be Linking…” આંતરરાષ્ટ્રીય ઓનલાઈન ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન

કેનેડા, નેપાળ, બાંગ્લાદેશ સહિત ભારતના બાર રાજ્યોના ફોટોગ્રાફર આ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે

આવતીકાલે તા.૧૯ ના રોજ વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરની સંસ્થા ‘આર્ટ ધ ફોટો’ દ્વારા પ્રથમ આંતરરાષ્ટ્રીય ઓનલાઈન ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ‘આર્ટ ધ ફોટો’ સંસ્થા દ્વારા વડોદરા શહેર તેમજ અન્ય રાજ્યોમાં “વિષય-સંદર્ભ” આધારિત ફોટોગ્રાફીના લગાતાર પ્રદર્શન કરવામાં આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય ફલક પર પ્રદર્શનનું આયોજન કરી કેનેડા, નેપાળ, બાંગ્લાદેશ સહિત ભારતના ગુજરાત, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, આસામ, તામિલનાડુ, કેરળ, કર્ણાટક, અને મહારાષ્ટ્ર સહિત કુલ ૧૨ રાજયોના કુલ ૬૬ જેટલાં ફોટોગ્રાફર્સના ફોટોગ્રાફસને લઈને સંસ્થાનું પહેલું આંતરરાષ્ટ્રીય ઓનલાઈન ફોટોગ્રાફી પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે. મુક્ત વિષયો પર કેમેરા અને મોબાઇલ દ્વારા કરવામાં આવેલા ભાતીગળ, રંગબેરંગી, સાંસ્કૃત્તિક ધરોહરનો પરિચય કરાવતી કે સુંદર-રળિયામણાં દ્રશ્યોને કંડારીને ફોટોગ્રાફ્સ આ પ્રદર્શનમાં જોવા મળશે.

આ પ્રદર્શન તા.૧૯ ઓગષ્ટ-૨૦૨૦ને બુધવારના સાંજે ૫ વાગ્યાથી https://www.facebook.com/artdephoto પર નિહાળી શકાશે. મહત્વનું છે કે, પ્રદર્શનના વેચાણમાંથી મળેલ રકમનો ચોથો ભાગ કોરોના વોરિયર્સ માટે વાપરવામાં આવશે તેમ પ્રદર્શનના આયોજક અને સંસ્થાના સ્થાપક અતુલ પડિઆની એક યાદીમાં જણાવ્યું છે.