Sanetized 3

કોવીડ-૧૯ હોસ્પિટલને જંતુમુક્ત રાખવા રોજ ૪ વખત કરાઈ છે સૅનેટાઇઝ

ફલૂ, ઓપીડીતમામ વોર્ડલોબીલિફ્ટ અને ઓફિસને સ્પ્રે કરી સંક્ર્મણ અટકાવવા રાખવામાં આવે છે ખાસ તકેદારી

અહેવાલ: રાજકુમાર,,રાજકોટ

રાજકોટ, ૧૮ સપ્ટેમ્બર: જ્યાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી કોરોનાના દર્દીઓ સારવાર અર્થે આવે છે તે રાજકોટ સિવિલ કોવીડ – ૧૯ હોસ્પિટલને દિવસમાં ૪ વાર સૅનેટાઇઝ કરવામાં આવી રહી છે. કોરોનાના વાયરસનું સંક્ર્મણ અટકાવવા માટે સિવિલમાં ખાસ તકેદારીના ભાગરૂપે દિવસભર સમગ્ર બિલ્ડીંગને જંતુમુક્ત રાખવા ખાસ સ્પ્રે કરવામાં આવે છે.    

હોસ્પિટલને જતું મુક્ત રાખવા યુદ્ધના ધોરણે વહેલી સવારે પહેલો રાઉન્ડ શરુ થાય છે. પી.પી.ઈ. કીટ, હેન્ડ ગ્લોઝ, માસ્ક સહિતના પ્રોટેક્શન સાથે જંતુ મુક્ત અભિયાન હેઠળ  જંતુઓને ખૂણે ખૂણેથી ગોતી સાફ કરવા યોદ્ધાની માફક સફાઈ કર્મચારી ડાયાભાઇ સરવૈયા હાથમાં સ્પ્રે લઈ નીકળી પડે છે.  કોવીડના તમામ માળ, વોર્ડ, ઓફિસ, લોબી તેમજ બધી જ લિફ્ટને સ્પ્રે કરી ડિસેનફૅક્ટ કરે છે.

ડાયાભાઇ આ કામ ખુબ જવાબદારી સાથે કરે છે, તેઓ જણાવે છે કે, છેલ્લા પાંચ મહિનાથી દિવસમાં ૪ વાર સમગ્ર હોસ્પિટલ સૅનેટાઇઝ કરું છું. ઓફિસ, ફ્લોર, ઓપીડી, એક્સ રે રૂમ,  એકે એક વિભાગ, લિફ્ટ બધું જ સ્પ્રે કરી ચોખ્ખાઈ રાખવામાં આવે છે.

કોરોના વોર્ડમાંથી આવન જાવન કરતા સ્ટાફની પી.પી.ઈ. કીટ પર જો કોઈ જંતુઓ બહાર આવ્યા હોઈ વારંવાર સૅનેટાઇઝ કરવાની ક્રિયાથી વિષાણુઓ મરી જાય અને તે બીજા કોઈને ચેપ ન લાગે, વળી દર્દીઓને લિફ્ટમાં લાવવા લઈ જવામાં આવતા હોઈ લિફ્ટને, સ્ટ્રેચરને અને એમ્બ્યુલન્સને પણ હું સૅનેટાઇઝ કરી આપું છું.

loading…

સિવિલમાં દરેક લોકો તેમના કામની મહત્વતા જાણે છે. એકપણ દર્દી કે સ્ટાફના લીધે અન્ય કોઈને મુશ્કેલી ન પડે તે માટે ડાયાભાઇ તેમની જવાબદારીની ગંભીરતા સમજે છે.  ડાયાભાઇના દાદા હજુ ગઈ કાલે મૃત્યુ પામ્યા હતાં. તેમની ઉત્તર ક્રિયા પૂર્ણ કરી ફરીથી તેજ દિવસે કામ પર લાગી જઈ ફરજ નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું છે.