Hindu Chintan Shivir: અમને ગર્વ છે કે અમે હિન્દુ છીએ: હાર્દિક પટેલ
Hindu Chintan Shivir: વિરમગામ ગણેશ મહોત્સવના આખરી દિવસે ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા હિન્દુ ચિંતન શિબિરનું આયોજન

વિરમગામ, 06 સપ્ટેમ્બર: Hindu Chintan Shivir: અખંડ ભારતનો સંકલ્પ તથા લવજેહાદના નામે હિન્દુ દીકરીઓને ફસાવવાનું જે ષડ્યંત્ર ચાલી રહ્યું છે તેના વિરોધમાં હિન્દુ સમાજમાં જનજાગૃતિ અભિયાન અંતર્ગત આજે વિરમગામ ગણેશ મહોત્સવના આખરી દિવસે ભારે વરસાદ વચ્ચે ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા હિન્દુ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કે હિન્દુ બહેન દીકરીઓને કોઈ પ્રકારની તકલીફ થશે તો ભાજપ સરકારનો દંડો લવજેહાદ સામે રહેશે (Hindu Chintan Shivir) તેમજ જો વિધર્મીઓ પોતાના ધર્મ માટે કહી શકે, એના ધર્મની રક્ષા માટે વિષયો મૂકી શકે, તો હું પણ મારા વિસ્તારની ભોળી ભાળી દીકરીઓના રક્ષણ માટે બોલીશ.
આ પણ વાંચો:- RJT Employees Samvad: પ્રધાન મુખ્ય કાર્મિક અધિકારી દ્વારા હાપા સ્ટેશન પર કર્મચારી સંવાદ કાર્યક્રમ યોજાયો

આજના પ્રસંગે (Hindu Chintan Shivir) વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના પ.પૂ નૌતમ પ્રકાશ સ્વામી, ગોતરકા બ્રહ્મચારી આશ્રમથી પ.પૂ નિજાનંદજી મહારાજ અને સુપ્રસિદ્ધ કથાકાર પ.પૂ રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીએ પોતાના મંતવ્યો શિબિરમાં રજૂ કર્યા હતા.
આજની ચિંતન શિબિરમાં પ.પૂ મહામંડલેશ્વર જાનકીદાસજી મહારાજ, મહામંડલેશ્વર મહંતશ્રી ૧૦૦૮ રામકુમારદાસ મહારાજ, પ.પૂ મહામંડલેશ્વર રામદાસજી મહારાજ, પ.પૂ મહંતશ્રી ભાર્ગવલાલજી મહારાજ, મહંતશ્રી લખીરામ બાપુ, પ.પૂ મહંતશ્રી રઘુનંદનદાસ ખાકી, પ.પૂ યોગી બાલકનાથ બાપુ, પ.પૂ મહંતશ્રી કેહુ બાપુ, પ.પૂ પ્રેમદાસ બાપુ, પ.પૂ રઘુવીર સ્વામી, પ.પૂ મહંતશ્રી ચિતરંજદાસજી, પ.પૂ મહેશપુરી બાપુ, પ.પૂ કનુભાઈ ભુવાજી, પ.પૂ નારાયણભાઈ ભુવાજી અને પ.પૂ કિરણ ભુવાજી હાજર રહ્યા હતા.