Mahakumbh 2025: ગૃહમંત્રી અમિત શાહ અને CM યોગીએ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના પરિવાર સાથે ત્રિવેણી સંગમ ખાતે અનેક સંતો અને સીએમ યોગી આદિત્યનાથની હાજરીમાં આરતી કરી હતી

નવી દિલ્હી, 27 જાન્યુઆરીઃ Mahakumbh 2025: ગૃહમંત્રી અમિત શાહ સોમવારે પ્રયાગરાજ પહોંચ્યા. અમિત શાહ આજે મહાકુંભ 2025નો ભાગ બન્યા અને શ્રદ્ધાનો ડૂબકી લગાવી. ગૃહમંત્રીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના પરિવાર સાથે ત્રિવેણી સંગમ ખાતે અનેક સંતો અને સીએમ યોગી આદિત્યનાથની હાજરીમાં આરતી કરી હતી. ગૃહમંત્રી અમિત શાહ અને જય શાહ સંગમ પાસે આરતી કરી હતી આખો પરિવાર પણ ત્યાં હાજર રહ્યો હતો.

અમિત શાહે ભગવા વસ્ત્રો પહેર્યા હતા અને સંગમના કિનારે પ્રાર્થના કરી હતી. આ સીએમ યોગી આદિત્યનાથ અને યુપી સરકારના ઘણા મંત્રીઓ ત્યાં હાજર રહ્યા હતા.
આ પણ વાંચો:- Waqf Amendment Bill: વક્ફ સંશોધન બિલને સંસદની જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી આપી મંજૂરી
અમિત શાહે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરીને કહ્યું કે, મહાકુંભ એ સનાતન સંસ્કૃતિના અવિરત પ્રવાહનું એક અનોખું પ્રતીક છે. અમિત શાહે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરીને કહ્યું કે, કુંભ સંવાદિતા પર આધારિત આપણા શાશ્વત જીવન દર્શનને પ્રતિબિંબિત કરે છે.
महाकुंभ देशवासियों में एकता और सनातन परंपराओं के प्रति गौरवभाव को भी बढ़ा रहा है।
संगम तट पर परिवार के साथ पूजा-अर्चना कर देशवासियों की समृद्धि और उन्नति की प्रार्थना की।#एकता_का_महाकुंभ pic.twitter.com/QlcnlSUkuT— Amit Shah (@AmitShah) January 27, 2025
અમિત શાહ પહેલા પ્રયાગરાજ પહોંચી અને ત્રિવેણી સંગમ ખાતે ગંગા સ્નાન કર્યું. આ પછી તેઓ બડે હનુમાનજી મંદિર અને અક્ષય વટ જશે. આ સાથે, તેઓ મહારાજ અને અન્ય સંતો સાથે બપોરનું ભોજન કરશે અને જુના અખાડાની મુલાકાત લેશે.
पवित्र त्रिवेणी संगम पर सामाजिक समरसता और सद्भाव के प्रतीक ‘महाकुंभ’ में पूज्य संतजनों के सान्निध्य में स्नान कर अभिभूत और भावविभोर हूँ।
— Amit Shah (@AmitShah) January 27, 2025
माँ गंगा, माँ यमुना और माँ सरस्वती से सभी के कल्याण की कामना करता हूँ। 🙏#एकता_का_महाकुंभ pic.twitter.com/6cGkxacO2v
પવિત્ર શહેરની મુલાકાત દરમિયાન, તેઓ ગુરુ શરણાનંદજીના આશ્રમની મુલાકાત લેશે અને ગુરુ શરણાનંદજી અને ગોવિંદ ગિરિજી મહારાજને મળશે. આ પછી તેઓ શ્રૃંગેરી, પુરી અને દ્વારકાના શંકરાચાર્યોને પણ મળશે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો