Rajkot Game Zone Fire cheking

Rajkot Game Zone Fire: રાજકોટ અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી, 7 સરકારી કર્મચારીઓ નોકરીમાંથી કરાયા સસ્પેન્ડ

Rajkot Game Zone Fire: રાજકોટ અગ્નિકાંડ બાદ બે આસિસ્ટન્ટ એન્જિનિયર, બે ડેપ્યુટી એન્જિનિયર, બે પોલીસ ઈન્સપેક્ટર અને રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્‍ડ ઇમરજન્‍સી સર્વિસીસના સ્ટેશન ઓફિસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા

google news png

રાજકોટ, 27 મેઃ Rajkot Game Zone Fire: ગુજરાતના રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગ બાદ કાટમાળ હટાવવા અને મૃતદેહો શોધવાની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. ત્યારે આ સૌની વચ્ચે એક મોટા અહેવાલ એ છે કે 7 સરકારી કર્મચારીઓને નોકરી પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

અત્યાર સુધીની માહિતી મુજબ રાજકોટ અગ્નિકાંડ બાદ બે આસિસ્ટન્ટ એન્જિનિયર, બે ડેપ્યુટી એન્જિનિયર અને બે પોલીસ ઈન્સપેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અગ્નિકાંડ બાદ એવા આરોપો લાગી રહ્યા હતા કે મસમોટા ગેમ ઝોનને કોઈપણ પ્રકારની પરવાનગી કે સુરક્ષાના માપદંડો જેમ કે ફાયર સેફ્ટી, એક્ઝિટ-એન્ટ્રી ગેટ ચેક કર્યા વિના જ મંજૂરી આપી દેવામાં આવી હતી. જેના પગલે આ મોટી હોનારત સર્જાઈ અને મોટી સંખ્યામાં જાનહાનિ પણ થઈ.

આ પણ વાંચો:- Shanti ke Bhranti: શાંતિ કે ભ્રાંતિ ! લોકો કહે છે કે પર્વત પર બેસીને ધ્યાન કરવાથી શાંતિ મળે…

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો