Remal Cyclone: રેમલ ચક્રવાત બંગાળના દરિયાકાંઠે ક્યારે ટકરાશે; IMDની ભારે વરસાદની ચેતવણી
Remal Cyclone: ચક્રવાત રેમલ રવિવાર સાંજ સુધીમાં બાંગ્લાદેશ અને તેની આસપાસના બંગાળના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે

દિલ્હી, 24 મે: Remal Cyclone: બંગાળના પટ્ટા પર બનેલું હવાનું નીચું દબાણ ચક્રવાત રેમલના રૂપમાં રવિવાર સાંજ સુધીમાં મજબૂત બનશે અને બાંગ્લાદેશ અને આસપાસના દરિયા કિનારા સુધી પહોંચશે.
હવામાન વિભાગે ઉત્તર ઓડિશા, ત્રિપુરા, મિઝોરમ, બંગાળના તટીય જિલ્લાઓ અને દક્ષિણ મણિપુરમાં 26 અને 27 મેના રોજ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. 27મી મે સુધી માછીમારોને બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપવામાં આવી છે અને જે લોકો ત્યાં ગયા છે તેમને પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, બંગાળની ખાડીમાં હવાનું નીચું દબાણ શનિવાર સવાર સુધીમાં ચક્રવાતમાં મજબૂત બનશે. અને રવિવાર સાંજ સુધીમાં બંગાળના દરિયાકાંઠે અથડાશે. રવિવારે ચક્રવાતને કારણે પવનની ઝડપ 102 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.