Sopari killer gang arrested

Sopari killer gang arrested: પત્રકાર પર હુમલો કરનાર સોપારી કિલર ગેંગની ધરપકડ

Sopari killer gang arrested: અમદાવાદ પત્રકાર પર હુમલો કરનાર સોપારી કીલર ગેંગને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં સફળતા મળી છે.

google news png

અમદાવાદ, 09 જૂન: Sopari killer gang arrested: 01 જૂન ના રોજ મનીષભાઈ જગદીશચંદ્ર શાહ કે જેઓ પત્રકાર હતા તેઓની મોટર સાઇકલ પર ઓફીસ જતા હતા દરમ્યાન ૧૦.૪૫ વાગે અમદાવાદ શહેર રીવરફ્રન્ટ રોડ, બાબા લવલવીની દરગાહની સામે રોડ પરથી પસાર થતા હતા, તે વખતે બ્લ્યુ કલરની એકસેસ પર આવેલ બે અજાણ્યા વ્યક્તિઓએ મનીષભાઇને તેઓનુ મોટર સાઇકલ થોભાવવાનો ઇશારો કરી મોટર સાઇકલ થોભાવેલ.

બન્ને અજાણ્યા વ્યક્તિઓએ મનીષભાઇને જમણા ઢીંચણના ઉપરના ભાગે છરાના બે ઘા મારેલ તથા ડાબા પગના ઢીચણના ભાગે એક ઘા મારેલ અને મનીષભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. મનીષભાઇને સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં 4 તારીખે તેમનું સારવાર દરમ્યાન અવસાન થયું હતું.

આ ઘટનાને શહેર પોલીસ કમિશનર દ્વારા ગંભીરતાથી લેવામાં આવી અને પોલીસ કમિશ્નર, જી એસ મલિક દ્વારા ક્રાઈમ બ્રાન્ચ સોંપવાનો હુકમ કરી તાત્કાલીક ગુનો શોધી કાઢવા સુચના કરી.

ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ અને કર્મીઓની મેહનત કાબિલેદાદ છે. તેઓએ ગુનાવાળી જગ્યાની ઝીણવટપૂર્વક તપાસ કરી અને વિસ્તારમાં રહેતા લોકોની પૂછપરછ તેમજ ગુન્હો શોધવા ટેકનીકલ સર્વેલન્સ આધારે શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને અંતે તેમના હત્યારાઓની ગેંગને ઝડપી પાડવામાં આવી. આ તપાસ દરમ્યાન મૃતક ની સોસાયટીમાં રહેતા મહિપાલસિંહ લાલસિંહ ચંપાવતની પૂછપરછ કરતા સમગ્ર બનાવની હકિકત બહાર આવી હતી અને તેમના હત્યારાઓને ઝડપી પાડવામાં સફળતા મળી.

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટૂંક સમયમાં જ ઝડપી અને તટસ્થ કામગીરી દર્શાવી ગુનો ઉકેલી આરોપીઓની ધરપકડ કરી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. શહેર કમિશ્નર અને ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફ સહિતની કામગીરી ખરેખર પ્રશંશનિય જોવા મળી છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો