Mohali police

Strict ban for tourists: આ રાજ્યોમાં રાત્રે 9 વાગ્યા બાદ બહાર ના નીકળવાનું ફરમાન; વાંચો શું છે મામલો

રાતે 9 વાગ્યા પછી કોઇ પણ પ્રવાસી બહાર ફરતો જોવા ન મળવો જોઇએ.

google news png

નવી દિલ્હી, 13 ઓગષ્ટઃ Mohali issues: પંજાબના કુરાલી ગામ પછી હવે ખરારના જાંદપુર ગામે પણ પ્રવાસીઓ માટે કડક પ્રતિબંધ મૂક્યા છે. ગામમાં લગાવવામાં આવેલા બોર્ડમાં જણાવવામાં આવ્યું છે કે રાતે 9 વાગ્યા પછી કોઇ પણ પ્રવાસી બહાર ફરતો જોવા ન મળવો જોઇએ.

Rakhi Sale 2024 ads

આ ગામમાં લગભગ 2000ની વસ્તી છે જેમાં 500 પ્રવાસી છે. ગામના રહેવાસીઓનું માનવું છે કે જો અહીં રોકાવું છે તો તેમને આ નિયમોનું પાલન કરવું પડશે. ગામમાં અનેક જગ્યાઓ પર બોર્ડ લગાવવામાં આવ્યા છે અને તેમાં પ્રવાસીઓ માટે દિશા નિર્દેશ લખવામાં આવ્યા છે.

અનેક પ્રવાસી આ એકતરફી નિર્ણયને માનવા મજબૂર છે. તો કેટલાક લોકોએ ગામ જ છોડી દેવાનો નિર્ણય લીધો છે. આ બોર્ડમાં જણાવવામાં આવ્યું છે કે પ્રવાસીઓનું પોલીસ વેરિફિકેશન જરૂરી બનાવાશે. આ ઉપરાંત સિગારેટ પીવી, ગુટખા ખાવા અને પાન મસાલાના ઉપયોગની પરવાનગી નથી. આનાથી તે સડકો પર થૂંકે છે અને ગંદકી ફેલાવે છે.

આ પણ વાંચો:- CM big decision for gov employees: રાજ્ય સરકારના કર્મચારીઓને એલ.ટી.સી હેતુ વંદે ભારત ટ્રેનના પ્રવાસને આપી માન્યતા

બોર્ડમાં લખવામાં આવ્યું છે કે પ્રવાસીઓનું વેરિફિકેશન જરૂરી છે. પ્રવાસીઓ પાન, ગુટખા, બીડીનો ઉપયોગ ગામમાં કરી શકશે નહીં. પ્રવાસી રાતે 9 વાગ્યા પછી બહાર જોવા મળવા ન જોઇએ. એક રૂમમાં બેથી વધારે પ્રવાસી રહેવા જોઇએ નહીં અને જે પણ રહે તેનું વેરિફિકેશન જરૂરી છે. પ્રવાસીઓ ગામમાં અર્ધ નગ્ન અવસ્થામાં જોવા મળવા જોઇએ નહીં.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો