ad7fab5b 0fab 4890 8d8c e83c5432f987

These roads in Surat district are closed: અતિવૃષ્ટિના કારણે આજથી સુરત જિલ્લાના પાંચ તાલુકાના ૨૬ નદી-નાળાના રસ્તાઓ ઓવરટોપીંગના કારણે વાહનવ્યવહાર માટે બંધ કરાયા

These roads in Surat district are closed: અગમચેતીના ભાગરૂપે નાળા-પુલો પર પાણીના ભારે વહેણના કારણે સુરત જિલ્લાના આંતરિક માર્ગને જોડતા રસ્તાઓ બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ

સુરત, 17 ઓગષ્ટઃ These roads in Surat district are closed: સુરત જિલ્લા તેમજ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે જિલ્લામાં ૨૬ જેટલા લો લેવલ કોઝવે તથા બોક્ષ કલવર્ટ ઉપરના નાળાના રસ્તાઓ તકેદારીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે.

વિગતે જોઈએ તો, સુરત જિલ્લાના બારડોલી, માંડવી અને માંગરોળ તાલુકાના ગામોને જોડતા આંતરિક માર્ગો પરના નાળા પાણીમાં ગરકાવ થતા વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. અગમચેતીના ભાગરૂપે નાળા-પુલો પર પાણીના ભારે વહેણના કારણે સુરત જિલ્લાના આંતરિક માર્ગને જોડતા રસ્તાઓ બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે.

આ પણ વાંચોઃ New fire station will be built in Chotaudepur: છોટાઉદેપૂરમાં રૂ. પ.૪૮ કરોડના ખર્ચે મોડેલ ફાયર સ્ટેશન બનશે
બારડોલી તાલુકાના વધાવા કરચકા ગામનો ઉતારા વધાવા કરચકા રોડ, પારડી વાલોડ ગામનો વાંકાનેર પારડી વાલોડ રોડ, જુની કીકવાડનો જુની કીકવાડ ગભેણી ફળીયા રોડ, જુનવાણી ગામનો બાલદા જુનવાણી રોડ, રામપુરા ગામનો રામપુરા એપ્રોચ રોડ તથા ખરવાસા જોઈનિંગ સામપુરા રોડ, ખોજ, વાઘેચા ગામનો ખોજ પારડી વાઘેચા જોઈનીગ SH૧૬૭ રોડ, ટીમ્બરવા ગામનો ટીમ્બરવા કરચકા રોડ,સુરાલી ગામનો સુરાલી કોતમુંડાથી બેલ્ધા રોડ, અકોટી ગામનો અકોટી આશ્રમશાળા રોડ, સુરાલી ગામનો સુરાલી સવિન જકાભાઈના ઘરથી ધારિયા કોઝવે રોડ તથા ધારીયા ઓવારા રોડ, વાઘેચા ખોજ પારડીથી વાઘેચા રોડ, ઉવા કાપલીયા ફળિયા ગામનો ઉવા કાપલીયા ફળિયા રોડ પરનો કોઝવે ઓવરટોપિંગના કારણે બંધ કરવામાં આવ્યા છે.


માંગરોળ તાલુકાના આમ્બાવાડી ખાદીપાર રોડ, માંગરોળ નાની પારડી રોડ, વેલાછા થી શેઠી રોડ, વેલાછા હથોડાથી મોટા બોરસરા રોડ તથા ચંદનીયા એપ્રોચ રોડ ઉપર આવેલ નદી નાળા પરનો કોઝવે ઓવરટોપિંગના કારણે બંધ કરવામાં આવ્યા છે.

માંડવી તાલુકાના લુહારવડ ગામનો દેવગઢ લુહારવડ રોડ, સાલૈયા ગામનો ગોડસંભા કરવલ્લી ટીટોઈ સાલૈયા વલારગઢ રોડ, મુન્જલાવ ગામનો ઉશ્કેર મુંજલાવ બોઉધાન રોડ, કાબિબેલ ગામનો મોરીઠ કાલિબેલ રેગામા રોડ,કોલખાડી ગામનો દેવગઢ કોલખડી રોડ, અંધારવાડી ગામનો દેવગઢ અંધારવાડી લીમ્ધા રોડ, લાડકુવા અને સણધરા ગામનો ગોડધા લાડકુવા સણધરા રોડ ઉપર લો લેવલ કોઝવે તથા બોક્ષ કલવર્ટ ઓવરટોપિંગના ના કારણે વાહનવ્યહાર માટે બંધ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ India’s relationship with foreign countries became stronger: વિદેશો સાથેના સંબંધોનેમળી મજબુતી, ભારતની આઝાદીનો પર્વ દેશમાં જ નહીં વિશ્વમાં ઉજવાયો

Gujarati banner 01