mukhyamantri amrutama card

મા-કાર્ડ(ma-card) અંગે આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય, જાણો શું કહ્યું નીતિન પટેલે?

મા-કાર્ડ(ma-card)ની મુદ્દત વધુ ત્રણ મહિના એટલે કે, 31મી જુલાઇ સુધી લંબાવવામાં આવી

ગાંધીનગર, 09 જૂનઃma-card: તાજેતરમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને રાજ્યની કચેરીઓ બંધ રહેતી હોઇ, આવકના દાખલા કઢાવવાની મુશ્કેલી ધ્યાને લઇ, નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર માટે સહાય રૂપ થવા માટે મા-કાર્ડ(ma-card)ની મુદ્દત આગામી 31 મી જુલાઇ, 2021 સુધી લંબાવવાનો આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે.

ma-card

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, જે નાગરિકોના મા-કાર્ડ(ma-card)ની મુદ્દત તા. 31/03/2021 ના રોજ પુરી થઇ છે. તેવા નાગરિકો માટે હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તથા આવકના દાખલા કઢાવવાની સાંપ્રત મુશ્કેલી ધ્યાને લઇ, મા-કાર્ડ(ma-card)ની મુદ્દત વધુ ત્રણ મહિના એટલે કે, તા. 30/06/2021 સુધી લંબાવવામાં આવી હતી. કોરોનાની હાલની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને રાખી આ મુદ્દત 31 મી જુલાઇ, 2021 સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો….

Gujarat Corona update: રાજ્યમાં કોરોના નવા 695 કેસ નોંધાયા, સામે રિકવરી રેટ 96.98 ટકાએ પહોંચ્યો- વાંચો સંપૂર્ણ અહેવાલ

ADVT Dental Titanium