Amit shah 1

vikas kary announcement: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રૂ.7.65 કરોડના 17 કામોની કરશે જાહેરાત

vikas kary announcement: કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે રૂ. 34.93 કરોડથી વધુ રકમના વિકાસકાર્યોનું લોકાર્પણ થશે. 1220 વિકાસકાર્યો પ્રજાને સમર્પિત કરાશે.

અમદાવાદ, 10 જુલાઇઃvikas kary announcement: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદ જિલ્લામાં ૧૧ જુલાઈએ 1220 વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. અમદાવાદ જિલ્લાના સાણંદ,બાવળા અને દસકોઇ તાલુકામાં અંદાજે 34.93 કરોડથી વધુ કામોનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે કરાશે. અમદાવાદ જિલ્લામાં થયેલા કુલ 1220 વિકાસકાર્યોમાં સાણંદ તાલુકાના 1062 કામ, બાવળા તાલુકાના 138 કામ અને દસક્રોઈ તાલુકાના ૨૦ કામનો સમાવેશ થાય છે.


આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી રુ. 32 લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે, તેમ જ 7.65 કરોડના નવા વિકાસલક્ષી કાર્યોની જાહેરાત પણ કરશે. ગાંધીનગર મતક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ 2 કામોનું ખાતમુહુર્ત કરશે અને 17 જેટલા વિકાસકામોની જાહેરાત કરશે.


કેન્દ્રીય ગૃહમંત્રી સાણંદ તાલુકામાં નવનિર્મિત આંગણવાડી , રોડ-રસ્તાના કામ, પાણી-પુરવઠાને લગતાને વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત અનેક ગામડાઓમાં તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી પ્રાથમિક શાળાઓમાં કાર્યાન્વિત થનારા સ્માર્ટ ક્લાસરુમનું પણ લોકાર્પણ કરશે.

સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ પસંદગી પામેલા માણકોલ ગામમાં નવા બનનારા પંચાયત ઘરનું ખાતમુહૂર્ત પણ કરશે. આ ઉપરાંત ગ્રામ્ય પ્રજાની સુખાકારીમાં વૃદ્ધિ કરતા અનેકવિધ કામોની ખાતમુહૂર્ત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી મુખ્યમંત્રી સડક યોજના હેઠળ અનેક ગામડાઓમાં નિર્માણ પામનારા રસ્તાઓ અંગેની પણ જાહેરાત કરશે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Rajasthan become rape capital: રાજસ્થાનના આ જિલ્લામાં 15 દિવસમાં 7 ગેંગરેપ થયા- વાંચો વિગત