Crossing close

Amarsar railway crossing: અમરસર ફાટક મેન્ટેનન્સ કામગીરી માટે બે દિવસ 8 કલાક બંધ રહેશે

Amarsar railway crossing: વાંકાનેર-અમરસર સેક્શન માં આવેલ અમરસર ફાટક મેન્ટેનન્સ કામગીરી માટે બે દિવસ 8 કલાક બંધ રહેશે

google news png

રાજકોટ, 31 મે: Amarsar railway crossing: રાજકોટ ડીવીઝનના વાંકાનેર-અમરસર સેક્શન માં આવેલ રેલવે ક્રોસીંગ નં. 97 (અમરસર ફાટક) મેન્ટેનન્સ કામગીરી ના લીધે 1 જૂન 2024 ના રોજ રાત્રે 22.00 વાગ્યાથી 2 જૂન 2024 ના સવારે 06.00 વાગ્યા સુધી એટલે કે કુલ 8 કલાક માટે બંધ રહેશે. તેવી જ રીતે,

આ ફાટક 2 જૂન 2024 ના રોજ પણ રાત્રે 22.00 વાગ્યાથી 3 જૂન 2024ના રોજ સવારે 06.00 વાગ્યા સુધી એટલે કે કુલ 8 કલાક માટે બંધ રહેશે.

આ સમયગાળા દરમિયાન હળવા વાહન ધારક રોડ ઉપયોગકર્તાઓ રેલવે અંડર પાસ નંબર 96 અને રેલવે ક્રોસિંગ નં. 98 નો ઉપયોગ કરી શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો