Bhuj-Rajkot special train: ભુજ-રાજકોટ વચ્ચે સ્પેશલ ટ્રેન ચલાવવાનો નિર્ણય
Bhuj-Rajkot special train: 21 માર્ચથી પશ્ચિમ રેલ્વે દોડાવશે ભુજ અને રાજકોટ વચ્ચે સ્પેશલ ટ્રેન

રાજકોટ, 19 માર્ચ: Bhuj-Rajkot special train: પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ભુજ અને રાજકોટ વચ્ચે સ્પેશલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:-
ટ્રેન નંબર 09446/09445 ભુજ-રાજકોટ-ભુજ દૈનિક સ્પેશલ
ટ્રેન નંબર 09446 ભુજ-રાજકોટ સ્પેશિયલ 21 માર્ચ 2025 થી 30 જૂન 2025 સુધી ભુજથી દરરોજ સવારે 06.50 કલાકે ઉપડશે અને બપોરે 13.35 કલાકે રાજકોટ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09445 રાજકોટ-ભુજ સ્પેશિયલ 21 માર્ચ 2025 થી 30 જૂન 2025 સુધી રાજકોટથી દરરોજ બપોરે 14.30 કલાકે ઉપડશે અને 21.40 કલાકે ભુજ પહોંચશે.
આ પણ વાંચો:- Chaitra Navratri: આ તારીખથી શરુ થશે ચૈત્ર નવરાત્રી, બનશે આ દુર્લભ સંયોગ; આ રાશિના જાતકોને થશે વિશેષ લાભ
માર્ગમાં આ ટ્રેન બંને દિશામાં ગાંધીધામ, ભચાઉ, સામાખ્યાલી, માળિયા-મિયાણા, દહિંસરા અને મોરબી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ચેરકાર, સેકન્ડ ક્લાસ સીટિંગ અને જનરલ ક્લાસ ના કોચ હશે.
ટ્રેન નંબર 09446/09445 ની બુકિંગ 20 માર્ચ 2025 થી બધા PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો
