Bus service for railway passengers: રેલવે યાત્રીઓની સુવિધા માટે સાબરમતી અને અમદાવાદ સ્ટેશનો વચ્ચે બસ સેવાની શરૂઆત
Bus service for railway passengers: વટવા સ્ટેશન પર ટર્મિનેટ થનારી તમામ ટ્રેનોના સમયે પણ બસ સેવા ઉપલબ્ધ

અમદાવાદ, 04 ફેબ્રુઆરી: Bus service for railway passengers: રેલવે પ્રશાસન દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદના સહયોગથી સાબરમતી અને અમદાવાદ વચ્ચે સાબરમતી-જોધપુર એક્સપ્રેસ અને નવજીવન એક્સપ્રેસ ટ્રેનો વચ્ચે કનેક્ટિંગ બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ શરૂઆત હેઠળ સાબરમતી-જોધપુર એક્સપ્રેસ અને નવજીવન એક્સપ્રેસ ટ્રેનો વચ્ચે કનેક્ટિંગ બસ સેવાની શરૂઆત કરવામાં આવી છે.
રેલવે પ્રશાસને મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદના સહયોગથી આ વ્યવસ્થા કરી છે, જે જોધપુર-સાબરમતી એક્સપ્રેસ (ટ્રેન નંબર 20485) અને અમદાવાદ-ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ (ટ્રેન નંબર 12655) ટ્રેનો વચ્ચે કનેક્ટિંગ બસ સેવા હશે.
તે અનુસાર ટ્રેન નંબર 20485 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ જે સાબરમતી સ્ટેશન પર 20:00 કલાકે પહોંચે છે તથા ટ્રેન નંબર 12655 અમદાવાદ-ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ જે અમદાવાદ સ્ટેશનથી 21:25 કલાકે ઉપડે છે.
આ પણ વાંચો:- Spine Surgery in Civil Hospital: ઇન્ડો-અમેરિકન વર્કશોપ ફોર સ્પાઇન સર્જરી ઇન સરકારી સ્પાઇન હોસ્પિટલ !!!
જે યાત્રી જોધપુર-સાબરમતી એક્સપ્રેસથી આવીને નવજીવન એક્સપ્રેસથી ચેન્નાઈ જાય છે તે યાત્રીઓ નવજીવન એક્સપ્રેસ ઉપડવાના સમયથી પહેલાં સરળતાથી પહોંચી શકે એટલા માટે રેલવે પ્રશાસન દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી બંને ટ્રેનો વચ્ચે કનેક્ટિંગ બસો શરૂ કરવામાં આવી છે જેનાથી યાત્રીઓને સરળ અને સસ્તી યાત્રા મળી શકશે. આ પગલું યાત્રીઓને ઑટો રિક્શા ચાલકો દ્વારા લેવામાં આવતા મનમરજીના ભાડાથી રાહત આપશે.
આની સાથે જ, વટવા સ્ટેશન પર ટર્મિનેટ થનારી તમામ ટ્રેનોના સમયે પણ વિવિધ મુકામ માટે બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ સેવાથી યાત્રીઓને વટવા સ્ટેશનથી પોતાના મુકામ સુધી જવામાં સુવિધા મળશે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો