Cancel train updates: રાજકોટ ડિવિઝન માં થી પસાર થનારી કેટલીક ટ્રેનો પ્રભાવિત
Cancel train updates: માહિમ અને બાંદ્રા વચ્ચેના પુલ ના પુનર્નિર્માણ કાર્યને કારણે રાજકોટ ડિવિઝન માં થી પસાર થનારી કેટલીક ટ્રેનો પ્રભાવિત

અમદાવાદ, 24 જાન્યુઆરી: Cancel train updates: પશ્ચિમ રેલ્વે દ્વારા માહિમ અને બાંદ્રા સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 20 ના દક્ષિણ એબટમેન્ટ ના પુનર્નિર્માણ કાર્યને ધ્યાનમાં રાખીને 24/25 જાન્યુઆરી 2025 અને 25/26 જાન્યુઆરી 2025 ની મધ્યરાત્રિએ મુખ્ય બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોક ના લીધે રાજકોટ ડિવિઝન માં થી પસાર થનારી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. વિગતો નીચે મુજબ છે:-
રદ થનારી ટ્રેનો:-
- 25 જાન્યુઆરી, 2025 ની ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ – હાપા દુરંતો એક્સપ્રેસ રદ રહેશે.
- 26 જાન્યુઆરી, 2025 ની ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ રદ રહેશે.

શોર્ટ ટર્મિનેટ થનારી ટ્રેનો:-
- 24 જાન્યુઆરી, 2025 ની ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ બોરીવલી ખાતે શોર્ટ ટર્મિનેટ થશે અને બોરીવલી અને દાદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 25 જાન્યુઆરી, 2025 ની ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ બોરીવલીથી શોર્ટ ટર્મિનેટ થશે અને બોરીવલી અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
શોર્ટ ઓરીજીનેટ થનારી ટ્રેનો:-
- 26 જાન્યુઆરી, 2025 ની ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ બોરીવલીથી શોર્ટ ઓરીજીનેટ થશે અને દાદર અને બોરીવલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
રીશિડ્યૂલ/રેગ્યુલેટ થનારી ટ્રેનો :-
- 25 જાન્યુઆરી, 2025 ની ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ 45-50 મિનિટ રેગ્યુલેટ થશે.
મુસાફરો ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરે.