Canceled Trains Update: રાજકોટ ડિવિઝન ની કેટલીક ટ્રેનો રદ
Canceled Trains Update: ગોરખપુર સ્ટેશન પર નૉન-ઈન્ટરલોકિંગ કામને લીધે રાજકોટ ડિવિઝન ની કેટલીક ટ્રેનો પ્રભાવિત

રાજકોટ, 09 માર્ચ: Canceled Trains Update: પૂર્વોત્તર રેલવેના કુસમ્હી-ગોરખપુર-ગોરખપુર કેન્ટ સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઈનના સંબંધમાં નૉન-ઈન્ટરલોકિંગ કામને લીધે રાજકોટ ડિવિઝન થી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. વિગતો નીચે મુજબ છે :
રદ ટ્રેનો
1) 24 એપ્રિલ અને 01 મે 2025 ના રોજ ગોરખપુરથી ચાલનારી ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ રદ્દ રહેશે.
2) 27 એપ્રિલ અને 04 મે 2025 ના રોજ ઓખાથી ચાલનારી ટ્રેન નંબર 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ રદ્દ રહેશે.
પરિવર્તિત માર્ગથી ચાલનારી ટ્રેનો
1) 10,11,24 એપ્રિલ અને 01 મે 2025 ની ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ બારાબંકી-ગોંડા-ગોરખપુર-પનિયાહવા-મુઝફ્ફરપુરને બદલે પરિવર્તિત માર્ગ વાયા બારાબંકી-શાહગંજ-મઊ-ફેફના-છપરા-મુઝફ્ફરપુરના રસ્તે ચાલશે.
યાત્રીઓને વિનંતી છે કે કૃપા કરીને ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોના સમય, રોકાણ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો