train 10

Change in train terminal station: ઓખા-દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ ટ્રેન ના ટર્મિનલ સ્ટેશન માં ફેરફાર

google news png

રાજકોટ, 31 જુલાઈ: Change in train terminal station: મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવી રહેલી ઓખા-દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ ટ્રેનના ટર્મિનલ સ્ટેશન માં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ ટ્રેન દિલ્હી સરાય રોહિલ્લા ને બદલે દિલ્હી કેન્ટ જશે. જેની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર 09523 ઓખા-દિલ્હી કેન્ટ સ્પેશિયલ 6 ઓગસ્ટ, 2024 થી દર મંગળવારે સવારે 10.00 કલાકે ઓખા થી તેના નિર્ધારિત સમયે ઉપડશે અને બીજા દિવસે સવારે 09.40 કલાકે દિલ્હી કેન્ટ પહોંચશે. તેવી જ રીતે, રિટર્ન માં, ટ્રેન નંબર 09524 દિલ્હી કેન્ટ-ઓખા સ્પેશિયલ 7 ઓગસ્ટ, 2024 થી દર બુધવારે દિલ્હી કેન્ટથી 13.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13.50 કલાકે ઓખા પહોંચશે.

Rakhi Sale 2024 ads

નોંધનીય છે કે દિલ્હી કેન્ટ સિવાય આ ટ્રેનના અન્ય કોઈ સ્ટેશનના ટાઈમ ટેબલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ટ્રેનોના સ્ટોપેજના સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો