rjt clean promise

Cleanliness Campaign: રાજકોટ ડિવિઝન પર ‘સ્વાતંત્ર્ય દિવસ સમારોહ-2025’ અંતર્ગત સ્વચ્છતા અભિયાનનો શુભારંભ

Cleanliness Campaign: અભિયાનનો પ્રારંભ રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ તમામ રેલ કર્મચારીઓ અને અધિકારીઓને શપથ લેવડાવીને કર્યો

રાજકોટ, 01 ઓગસ્ટ: Cleanliness Campaign: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન પર ‘સ્વાતંત્ર્ય દિવસ સમારોહ-2025’ ના ઉપલક્ષ્યમાં તારીખ 1 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ, 2025 સુધી એક વિશેષ ‘સ્વચ્છતા અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે.

આ પખવાડિયા દરમિયાન, ડિવિઝનના વિવિધ સ્ટેશનો, રેલવે કોલોનીઓ અને કચેરીઓમાં સ્વચ્છતા જાગૃતિ અને વિશેષ સફાઈ અભિયાન ચલાવવામાં આવશે. અભિયાનનો પ્રારંભ રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ તમામ રેલ કર્મચારીઓ અને અધિકારીઓને સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહેવાની શપથ લેવડાવીને કર્યો.

મીનાએ રેલ કર્મચારીઓને દર વર્ષે 100 કલાક એટલે કે દર અઠવાડિયે 2 કલાક શ્રમદાન કરવા અને અન્ય લોકોને પણ સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા આહ્વાન કર્યું, જેથી સમગ્ર દેશને સ્વચ્છ બનાવવામાં મદદ મળી શકે.

આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ડિવિઝન વિસ્તારમાં સ્વચ્છતા સુનિશ્ચિત કરવાનો છે, જેમાં ખાસ કરીને રેલવે ટ્રેક અને તેની આસપાસના વિસ્તારોમાંથી કચરો હટાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.