rjt clean gandhi jayanti

Cleanliness program in Rajkot Railway Division: ગાંધી જયંતિ પ્રસંગે રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું – ૨૦૨૫

Cleanliness program in Rajkot Railway Division: ગાંધી જયંતિ નિમિત્તે રાજકોટ રેલવે ડિવિઝનમાં ‘સ્વચ્છતા પખવાડિયું – ૨૦૨૫’ અંતર્ગત શ્રમદાન અને જાગૃતિ કાર્યક્રમ

google news png

​રાજકોટ, 02 ઓક્ટોબર: Cleanliness program in Rajkot Railway Division: મહાત્મા ગાંધીની જયંતીના અવસર પર પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝનમાં ૦૨ ઑક્ટોબર ૨૦૨૫ ના રોજ ‘સ્વચ્છતા પખવાડિયું – ૨૦૨૫’ હેઠળ શ્રમદાન અને જાગૃતિ કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું.

​ડિવિઝનના ૬૭ સ્થળો પર લગભગ ૮૬૫ કર્મચારીઓએ સક્રિય ભાગીદારી કરીને સ્વચ્છતાને જન-અભિયાનનું સ્વરૂપ આપ્યું. વિવિધ શાખાઓના અધિકારીઓ અને કર્મચારીઓએ કાર્યસ્થળો તથા આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ લીધો.

View this post on Instagram

A post shared by onlinebuyer (@onlinebuyer.in)

​રાજકોટ ડિવિઝન રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીનાએ આ પહેલને પ્રશંસનીય ગણાવી અને તેને સ્વચ્છતા અભિયાનને જન-આંદોલન બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું જણાવ્યું.

​આ અવસર પર સુરેન્દ્રનગર, દ્વારકા અને જામનગર સ્ટેશનો પર મુસાફરોને સ્વચ્છતા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી તેમજ રાજકોટ સ્ટેશન પર બાયો-ટૉયલેટ મોડેલ પ્રદર્શિત કરીને તેના મહત્વથી માહિતગાર કરવામાં આવ્યા.

​આ પ્રવૃત્તિઓએ કર્મચારીઓ અને મુસાફરોમાં સ્વચ્છતા, હરિયાળી અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની જાગૃતિ અને જવાબદારીને વધુ મજબૂત બનાવી.

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો