Cyclothon: રાજકોટ ડિવિઝનમાં સાયક્લોથોનનું આયોજન
Cyclothon: “સ્વચ્છતા હી સેવા – 2025” અભિયાન અંતર્ગત રાજકોટ ડિવિઝનમાં સાયક્લોથોનનું આયોજન

રાજકોટ, 19 સપ્ટેબર: Cyclothon: પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝન દ્વારા 17 સપ્ટેમ્બર 2025 થી 02 ઑક્ટોબર 2025 સુધી “સ્વચ્છતા હી સેવા – 2025” અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
તેના અનુસંધાનમાં, 19 સપ્ટેમ્બર 2025ના રોજ જાહેર જનતા માં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધારવા તથા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પ્રસરાવવા હેતુ “સ્વચ્છોત્સવ” થીમ પર આધારિત સાયક્લોથોન (Cyclothon) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાજકોટ ડિવિઝન કચેરીથી પ્રારંભ થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને પુનઃ ડિવિઝન કચેરી ખાતે પૂર્ણ થયો.

કાર્યક્રમનો (Cyclothon) પ્રારંભ અપર ડિવિઝનલ રેલ પ્રબંધક કૌશલ કુમાર ચૌબે તથા વરિષ્ઠ ડિવિઝનલ કાર્મિક અધિકારી અમૃત સોલંકીના નેતૃત્વમાં થયો. આ અવસરે આશરે 30 પ્રતિભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સ્વચ્છતાનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો.
આ પણ વાંચો:- Solar Village Dhorado: કચ્છનું ધોરડો ગામ હવે સોલાર વિલેજ તરીકે ઓળખાશે, વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન
સાયક્લોથોનમાં (Cyclothon) પ્રતિભાગીઓએ સ્વચ્છતા સંબંધિત નારા અને સંદેશાઓ દ્વારા નાગરિકોને સ્વચ્છતા જાળવવા, ગંદકી ન ફેલાવવી તથા પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરિત કર્યા. આ આયોજનથી સ્થાનિક નાગરિકોને પણ સ્વચ્છતા અભિયાન સાથે સક્રિયપણે જોડાવા અને તેને પોતાના દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવા માટે પ્રોત્સાહન મળ્યું.