rjt 4 employees hounred

DRM honored 4 employees: ડીઆરએમ એ રાજકોટ ડિવિઝનના 4 કર્મચારીઓને કર્યા સન્માનિત

DRM honored 4 employees: રેલવે સેફટીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ ડીઆરએમ એ રાજકોટ ડિવિઝનના 4 કર્મચારીઓને કર્યા સન્માનિત

google news png

રાજકોટ, 01 જુલાઈ: DRM honored 4 employees: રેલવે સેફટીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ રાજકોટ ડીવીઝનના 4 કર્મચારીઓનું આજે રાજકોટ ડીવીઝન ના ડીવીઝનલ રેલવે મેનેજર શ્રી અશ્વનીકુમાર દ્વારા ડીઆરએમ ઓફિસ રાજકોટના કોન્ફરન્સ રૂમમાં પ્રમાણ પત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ રાજકોટ ડિવિઝનના સેફ્ટી, ટ્રાફિક અને ટ્રેક્શન વિભાગના કર્મચારીઓને માર્ચ અને એપ્રિલ, 2024માં રેલવે સેફટીમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આપવામાં આવ્યો છે.

એવોર્ડ મેળવનાર કર્મચારીઓમાં દિનેશ જાદવ (લોકો પાયલોટ ગુડ્સ-રાજકોટ), મુકેશ કુમાર સિંઘ (સેફ્ટી કૌન્સિલર ટ્રાફિક-રાજકોટ), અનિલ જી (લોકો પાયલોટ મેઈલ એક્સપ્રેસ-રાજકોટ) અને દિનેશ દિનકર (ટ્રેન મેનેજર-હાપા) નો સમાવેશ થાય નો સમાવેશ થાય છે. ટ્રેકની બાજુમાં આગ લાગવાની સૂચના આપવી, ટ્રેકમાં લપસી પડવાનો અહેસાસ, ટ્રેનમાં કપલિંગ પીન તૂટવી વગેરે ઘટનાઓ માં ઉપરોક્ત રેલવે કર્મચારીઓ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.

આ રેલવે કર્મચારીઓની સતર્કતા અને તકેદારીએ સંભવિત રેલવે અકસ્માતોને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર આર.સી.મીણા, સિનિયર ડિવિઝનલ ઑપરેશન મેનેજર સુનિલકુમાર ગુપ્તા અને સિનિયર ડિવિઝનલ એન્જિનિયર (ટ્રેક્શન) મીઠાલાલ મીણા ઉપસ્થિત રહ્યા હતા.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો