DRM honored railway employees

DRM honored railway employees: ડીઆરએમ દ્વારા સાત રેલ કર્મચારીઓને સમ્માનિત કર્યા

DRM honored railway employees: રેલ સંરક્ષામાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ ડીઆરએમ દ્વારા સાત રેલ કર્મચારીઓને સમ્માનિત કર્યા

google news png

DRM honored railway employees: પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક (DRM) સુધીર કુમાર શર્માએ મંડળના 07 રેલવે કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન પરિચાલન માટે ઉત્કૃષ્ટ કામગીરી બદલ સમ્માનિત કર્યા.

આ રેલવે કર્મચારીઓને ફરજ દરમિયાન તેમની સજકતા અને સતર્કતાને કારણે અનિચ્છનીય ઘટનાઓને રોકવામાં યોગદાન આપવા બદલ પ્રમાણપત્રો અને મોમેન્ટો પ્રદાન કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

drm adi

વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી ઉમેશ પ્રસાદે જાણકારી આપતા જણાવ્યું હતું કે લાજવંત ઢાકા વરિષ્ઠ ગુડ્સ ટ્રેન મેનેજર-પાલનપુર, કિશન સિંહ સોલંકી ટ્રેન મેનેજર-ગાંધીધામ, સિકંદર લાલ ટ્રેન મેનેજર-ગાંધીધામ, બનવારી લાલ સ્ટેશન માસ્ટર-કિડિયાનગર, બલીરામ કુમાર કાંટેવાલા- વિરમગામ, મોહમ્મદ આરીફ ખાન વરિષ્ઠ સહાયક ચાલક-અમદાવાદ અને લગોટી સોનલ બેન કાંટેવાલા-ડીસાએ અનપેક્ષિત ઘટનાઓ જેમકે કોચમાંથી તણખા નીકળતા દેખવું,, વેગનમાંથી ધુમાડો નીકળતા દેખવું, બ્રેકવાનમાં વધુ પડતું કંપન દેખવું, હેલિકલ સ્પ્રિંગ બહાર નીકળતા દેખવું,વગેરે આવી ઘટનાઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવા જેવી સંભવિત નુકસાન થી બચાવ્યું છે.

મંડળ રેલ પ્રબંધક સુધીર કુમાર શર્માએ આ સજગ સંરક્ષા રેલ ગાર્ડ્સને પ્રોત્સાહિત કર્યા અને કહ્યું કે મુસાફરોની સંરક્ષા આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને જ્યારે રેલવે કર્મચારીઓ તેમની ફરજ દરમિયાન સજગતા અને સતર્કતા સાથે કામ કરે છે ત્યારે અમને સુરક્ષિત ટ્રેન સંચાલનમાં મદદ મળે છે. અમને આ રેલવે કર્મચારીઓ પર ગર્વ છે.

BJ ADVT
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો