Eat right station rjt division

Eat Right Station Certificate: રાજકોટ રેલ્વે ડિવિઝન ના 4 સ્ટેશનોને પ્રાપ્ત થયું ‘ઈટ રાઇટ સ્ટેશન’ સર્ટિફિકેટ

Eat Right Station Certificate: “ઈટ રાઈટ સ્ટેશન” નું પ્રતિષ્ઠિત પ્રમાણપત્ર FSSAI એટ્લે કે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડસ અથૉર્ટિ ઑફ ઈન્ડિયા દ્વારા સ્ટેશનોને આપવામાં આવે છે

google news png

રાજકોટ, 22 જુલાઈ: Eat Right Station Certificate: રાજકોટ રેલવે ડિવિઝન ના 4 રેલ્વે સ્ટેશનોને હાલમાં જ ફૂડ સેફ્ટી અને અથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) દ્વારા ‘ઇટ રાઇટ સ્ટેશન’ સર્ટીફિકેટ આપવામાં આવ્યું છે. આ સ્ટેશનોમાં રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર અને દ્વારકા સામેલ છે.

“ઈટ રાઈટ સ્ટેશન” નું (Eat Right Station Certificate) પ્રતિષ્ઠિત પ્રમાણપત્ર FSSAI એટ્લે કે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડસ અથૉર્ટિ ઑફ ઈન્ડિયા દ્વારા સ્ટેશનોને આપવામાં આવે છે જે સ્વચ્છતા, સાફ-સફાઈના પ્રોટોકોલનું કડક પાલન કરે છે. આ સર્ટીફીકેશન મેળવવું એક લાંબી પ્રક્રિયામાં ઘણા મહત્વના પગલાઓ સામેલ છે જેમ કે મૂડભૂત સ્વચ્છતા જાડવવી, ભોજન વ્યવસ્થાપન માટે વિક્રેતાઓને પ્રશિક્ષણ આપવું, ખોરાક નમૂનો તપાસી અને તેમનો રિપોર્ટ મેળવો, તમામ પ્રક્રિયાઓ ઓડિટ કરવી, જિલ્લા નામિત અધિકારી જેમ કે રાજ્ય સત્તાવાળાઓ સાથે સહયોગ કરી અને FoSTaC (ખાદ્ય સુરક્ષા તાલીમ અને પ્રમાણન) તાલીમ માટે એક સ્વતંત્ર સંસ્થા સાથે સમન્વય કરવું.

Eat Right Station Certificate

ઉપરોક્ત તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ રાજકોટ ડિવિઝન દ્વારા 4 સ્ટેશનો ને આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. આ પ્રમાણન ગુણવત્તા અને સુરક્ષાનું પ્રતીક છે જેનાથી ગ્રાહકો નું વિશ્વાસ વધે છે. આનું પ્રાથમિક લક્ષ્ય ખોરાક સુરક્ષા નિયમો લાગુ કરીને જાહેર આરોગ્યની સુરક્ષા અને સુધારણા કરી અને તે સુનિશ્ચિત કરવું કે તમે જે ખોરાક ખાતા હોવ તે ‘સુરક્ષિત અને પૌષ્ટિક’ છે.

રાજકોટ ડિવિઝન ના ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વનીકુમારે જણાવ્યું હતું કે, રેલવે તંત્ર મુસાફરોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ ભોજન મળી રહે તે માટે રાજકોટ ડિવિઝન ના તમામ સ્ટેશનો પર ભોજનની ગુણવત્તા ની યોગ્ય કાળજી લેવામાં આવી રહી છે.

આ પણ વાંચો:- Birthday of National Flag Tricolor: બહુ ઓછાં લોકો જાણે છે કે આજે આપણા રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગાનો જન્મદિવસ છે

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *