rjt employees

Employees Honored: રાજકોટ ડિવિઝનના 2 કર્મચારીઓને ડીઆરએમ દ્વારા સન્માનિત કરાયા

Employees Honored: રેલવે સેફ્ટી માં ઉત્કૃષ્ટ કાર્ય બદલ રાજકોટ ડિવિઝનના 2 કર્મચારીઓને ડીઆરએમ દ્વારા સન્માનિત કરાયા

google news png

રાજકોટ, 23 જૂન: Employees Honored: રેલવે સેફ્ટી માં ઉત્કૃષ્ટ કાર્ય બદલ રાજકોટ ડિવિઝનના 2 કર્મચારીઓને રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વિની કુમાર દ્વારા આજે ડીઆરએમ ઓફિસ, રાજકોટ સ્થિત કોન્ફરન્સ રૂમમાં પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.

રાજકોટ ડિવિઝનના ટ્રાફિક અને ઇલેક્ટ્રિક (ટ્રેક્શન) વિભાગના કર્મચારીઓને આ એવોર્ડ એપ્રિલ અને મે, 2025 મહિનામાં રેલવે સુરક્ષામાં ઉત્તમ કાર્ય બદલ આપવામાં આવ્યો છે. પુરસ્કાર મેળવનારા કર્મચારીઓમાં અરવિંદ કુમાર જાડેજા (ટ્રેન મેનેજર, મુખ્યાલય-હાપા) અને ફ્રાન્સિસ એલ. (લોકો પાયલટ મેલ/એક્સપ્રેસ, મુખ્યાલય-રાજકોટ) નો સમાવેશ થાય છે.

BJ ADVT

ઉપરોક્ત રેલકર્મીઓએ સતર્કતાથી કાર્ય કરતા સંભવિત અકસ્માતોને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેમાં બ્રેક સિલિન્ડર રોડના લટકતા ભાગને જોઈને ટ્રેનને તરત જ રોકાવી દેવી અને ગેટ પર અસામાન્ય ઘટનાની સ્થિતિમાં ત્વરિત કાર્યવાહી કરવી જેવી ઘટનાઓ શામેલ છે.

આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર આર. સી. મીણા, સિનિયર ડિવિઝનલ ઓપરેટિંગ મેનેજર સુનીલ કુમાર ગુપ્તા અને સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિક એન્જિનિયર (ટ્રેક્શન) મીઠાલાલ મીના ઉપસ્થિત રહ્યા હતા.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો