RJT 1312

Energy Conservation Week: રાજકોટ રેલ્વે ડિવીઝનમાં ઉર્જા સંરક્ષણ સપ્તાહની ઉજવણી

google news png

રાજકોટ, 13 ડિસેમ્બર: Energy Conservation Week: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં 8 થી 14 ડિસેમ્બર, 2024 દરમિયાન ઊર્જા સંરક્ષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટ ડિવિઝન ના ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વનીકુમારે જણાવ્યું હતું કે ઉર્જા સંરક્ષણ અંગે લોકોમાં જાગૃતિ આવે અને ઉર્જાનું મહત્વ સમજાવે તે હેતુથી રાષ્ટ્ર દર વર્ષે 14મી ડિસેમ્બરને ઉર્જા સંરક્ષણ દિવસ તરીકે ઉજવે છે.

આ સંદેશાઓના વ્યાપક પ્રચાર અને પ્રસાર માટે, ઉર્જા બચત અને સંતુલિત ઉપયોગ માટેના સંદેશાવાળા પોસ્ટરો અને સ્ટીકરો રેલ્વે પરિસરમાં મુકવામાં આવ્યા હતા અને ઉર્જા સંરક્ષણ વિશે જનજાગૃતિ વધારવા માટે ડિવિઝન ના તમામ નાના-મોટા સ્ટેશનો પર પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને એનૌન્સેમેંટ ના મધ્યમ થી લોકોને ઉર્જા સંયમિત રીતે ખર્ચવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.

અન્ય વિભાગના રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારોનું પણ વીજળી વિભાગના અધિકારીઓ અને એન્જિનિયરો દ્વારા કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર શ્રીમતી રજની યાદવના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ડિવિઝન પર 539 KWp ક્ષમતાની સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. જેના કારણે આ વર્ષે નવેમ્બર 2024 સુધી રેલવેની અંદાજે 30.24 લાખ રૂપિયાની આવક બચી હતી.

Buyer ads

રાજકોટ ડિવિઝન નું વિદ્યુત વિભાગ શક્ય તેટલો બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોના ઉર્જા સંરક્ષણ અને ઉપયોગ માટે પ્રતિબદ્ધ છે. આ શ્રેણીમાં, નજીકના ભવિષ્યમાં, ડિવિઝનના સ્ટેશનો અને સર્વિસ બિલ્ડિંગો પર લગભગ 2.75 MWp ક્ષમતાના સોલાર પ્લાન્ટ્સ ઇન્સ્ટોલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રસંગે ડીઆરએમ ઓફિસ અને લોકો કોલોનીમાં નુક્કડ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો