Excellent work in railway safety: રાજકોટ ડિવિઝનના 6 કર્મચારીઓનું સન્માન
રેલ્વે સેફ્ટી માં શ્રેષ્ઠ કામગીરી (Excellent work in railway safety) બદલ ડીઆરએમ દ્વારા રાજકોટ ડિવિઝનના 6 કર્મચારીઓનું સન્માન

રાજકોટ, 20 ફેબ્રુઆરી: Excellent work in railway safety: રેલ્વે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ રાજકોટ ડીવીઝનના 6 કર્મચારીઓનું આજે રાજકોટ ડીવીઝન રેલ્વે મેનેજર અશ્વનીકુમાર દ્વારા ડીઆરએમ કચેરી રાજકોટના કોન્ફરન્સ રૂમમાં પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:-
Gujarat budget announcement: નાણા મંત્રી કનુભાઇ દેસાઇનુ અંદાજપત્રના ઉદ્બોધન; વાંચો સંપૂર્ણ માહિતી
Mahashivratri mela train: “મહાશિવરાત્રી મેળા” દરમિયાન ટ્રેનોમાં વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે
આ એવોર્ડ રાજકોટ ડિવિઝનના ટ્રાફિક, વિદ્યુત વિભાગ (ટ્રેક્શન) અને એન્જિનિયરિંગ વિભાગના કર્મચારીઓને નવેમ્બર અને ડિસેમ્બર 2024 મહિનામાં રેલવે સુરક્ષામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આપવામાં આવ્યો છે.
એવોર્ડ મેળવનાર કર્મચારી

- જયેશ વી (પોઈન્ટ્સમેન- ચમારજ)
- દિલીપ બી (પોઈન્ટ્સમેન-ચમારજ)
- નીતિશ કુમાર (પોઈન્ટ્સમેન- રાજકોટ)
- ધવલ વસોયા (સ્ટેશન માસ્તર- જાલિયાદેવાણી)
- ગુલશન કુમાર (ગેટમેન ગેટ નંબર 21)
- સંતલાલ (લોકો પાઇલોટ ગુડ્સ મોરબી)
ટ્રેનના સંચાલન દરમિયાન, ઉપરોક્ત રેલ્વે કર્મચારીઓએ ટ્રેનમાં અસાધારણતા જોયા, ટ્રેકમાં અસામાન્ય આંચકો અનુભવ્યો, રેલ ફ્રેક્ચર વગેરે નોંધ્યું હતું. આ રેલ્વે કર્મચારીઓની સતર્કતા અને તકેદારીએ સંભવિત રેલ્વે અકસ્માતોને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
આ પ્રસંગે રાજકોટ ડીવીઝનના વરિષ્ઠ મંડળ સેફ્ટી અધિકારી આર.સી. મીણા, વરિષ્ઠ મંડળ ઈજનેર (સંકલન) નરેન્દ્રસિંહ અને મદદનીશ મંડળ વિદ્યુત ઈજનેર (ટ્રેક્શન) સુહાશ બાપટ ઉપસ્થિત રહ્યા હતા.

