rjt health

Health and fitness camp: રાજકોટ રેલવે ડિવિઝનના કંટ્રોલ ઑફિસમાં સ્વાસ્થ્ય અને ફિટનેસ શિબિરનું આયોજન

Health and fitness camp: રાજકોટના ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમમાં ખાસ કરીને કંટ્રોલ ઑફિસના કર્મચારીઓ માટે સ્વાસ્થ્ય અને ફિટનેસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

google news png

રાજકોટ, 20 સપ્ટેમ્બર: Health and fitness camp: “સ્વચ્છતા હી સેવા – 2025” અભિયાન અંતર્ગત રાજકોટ રેલવે ડિવિઝનમાં આજે સવારે 10:00 થી 13:30 વાગ્યા સુધી કંટ્રોલ ઑફિસ, રાજકોટના ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમમાં ખાસ કરીને કંટ્રોલ ઑફિસના કર્મચારીઓ માટે સ્વાસ્થ્ય અને ફિટનેસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનું આયોજન ડિવિઝનના મેડિકલ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.

OB banner

કાર્યક્રમનું ઉદ્ઘાટન (Health and fitness camp) રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ કર્યું. આ પ્રસંગે મુખ્ય ચિકિત્સા અધિક્ષક ડૉ. રાજકુમાર, વરિષ્ઠ ડિવિઝનલ ઑપરેશન મેનેજર સુનીલ કુમાર ગુપ્તા, ડિવિઝનલ ઑપરેશન મેનેજર સૃષ્ટિ, સહાયક ઑપરેશન મેનેજર એન.વી. શર્મા અને મનોજ ગુપ્તા પણ હાજર રહ્યા.

RJT Health and fitness camp

આ પ્રસંગે સમર્પિત ડૉક્ટરની ટીમ અને સહયોગી મેડિકલ સ્ટાફ દ્વારા કુલ 44 કર્મચારીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી. ડૉ. રાજકુમાર (સીએમએસ)એ “તનાવનું સંચાલન” વિષય પર એક પ્રેરક અને માહિતીસભર રજૂઆત કરી. તેમણે તણાવનાં કારણો, લક્ષણો, નિવારણના ઉપાયો અને તણાવમુક્ત જીવન જીવવા માટે જરૂરી આદતો વિશે વિગતવાર જાણકારી આપી. તેમની રજૂઆત વ્યવહારુ ઉદાહરણોથી સમૃદ્ધ અને સંવાદાત્મક રહી.

આ પણ વાંચો:- Chip to Ship: વિકાસ કામોનાં ખાતમૂહુર્ત, લોકાર્પણ અને વિવિધ પ્રોજેક્સનું રાષ્ટ્રાર્પણ કરતાં વડાપ્રધાન

કંટ્રોલ ઑફિસના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આ શિબિર અને સંવાદાત્મક સત્રને ખૂબ જ ઉપયોગી ગણાવ્યું. કુલ 44 કર્મચારીઓએ આ સ્વાસ્થ્ય અને ફિટનેસ શિબિરનો લાભ લીધો.

View this post on Instagram

A post shared by onlinebuyer (@onlinebuyer.in)

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો