Junagadh Parikrama Mela: વેરાવળ–ગાંધીગ્રામ વચ્ચે દૈનિક સ્પેશલ ટ્રેન ચલાવવામાં આવશે
Junagadh Parikrama Mela: જૂનાગઢ પરિક્રમા મેળા: ટિકિટ બુકિંગ 30 ઓક્ટોબરથી શરૂ થશે
રાજકોટ, 29 ઓક્ટોબર: Junagadh Parikrama Mela: જૂનાગઢ ખાતે યોજાનાર પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોની વધતી ભીડ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર વેરાવળ–ગાંધીગ્રામ વચ્ચે દૈનિક સ્પેશલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન રાજકોટ ડિવિઝનમાંથી પસાર થશે. વિગતવાર માહિતી નીચે મુજબ છે:
1) ટ્રેન નંબર 09226 – વેરાવળ–ગાંધીગ્રામ દૈનિક સ્પેશલ ટ્રેન
આ ટ્રેન 31 ઓક્ટોબર, 2025 થી 10 નવેમ્બર, 2025 સુધી વેરાવળથી દરરોજ રાત્રે 21.20 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 08.00 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે.
2) ટ્રેન નંબર 09225 – ગાંધીગ્રામ–વેરાવળ દૈનિક સ્પેશલ ટ્રેન
આ ટ્રેન 1 નવેમ્બર, 2025 થી 11 નવેમ્બર, 2025 સુધી દરરોજ ગાંધીગ્રામથી રાત્રે 22.00 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 08.45 વાગ્યે વેરાવળ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં માળિયા હાટીણા, કેશોદ, જૂનાગઢ, જેટલસર, વિરપુર, ગોંડલ, ભક્તિનગર, રાજકોટ, સુરેન્દ્રનગર જં., વઢવાણ સિટી, બોટાદ, ધંધૂકા, ધોળકા, બાવળા અને સરખેજ સ્ટેશનો પર રોકાશે.
આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ ઉપલબ્ધ રહેશે.
ટ્રેન નંબર 09225 અને 09226 માટે ટિકિટ બુકિંગ 30 ઓક્ટોબર, 2025 થી યાત્રી આરક્ષણ કેન્દ્રો તેમજ આઈઆરસીટીસી (IRCTC) ની વેબસાઈટ www.irctc.co.in પર શરૂ થશે.
મુસાફરો ટ્રેનના રોકાણ, રચના અને સમયની વિગતવાર માહિતી માટે વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરી શકે છે.

