Lakhabaval Station

Lakhabaval Station Update: લાખાબાવળ સ્ટેશન પર રદ કરાયેલા તમામ સ્ટોપેજ પુનઃ શરૂ

Lakhabaval Station Update: એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન વિભાગ દ્વારા લાખાબાવળ સ્ટેશન પર બંને પ્લેટફોર્મ તથા ફૂટ ઓવર બ્રિજ (FOB) નું કાર્ય પૂર્ણ

રાજકોટ, ૨૮ ફેબ્રુઆરી: Lakhabaval Station Update: રાજકોટ ડિવિઝનના લાખાબાવળ રેલવે સ્ટેશન પર નવા ફૂટ ઓવર બ્રિજ (FOB) ના નિર્માણ કાર્યને કારણે કામચલાઉ ધોરણે રદ કરવામાં આવેલા ટ્રેનોના સ્ટોપેજ હવે તાત્કાલિક અસરથી પુનઃ શરૂ કરવામાં આવ્યા છે.

​એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન વિભાગ દ્વારા લાખાબાવળ સ્ટેશન પર બંને પ્લેટફોર્મ તથા ફૂટ ઓવર બ્રિજ (FOB) નું કાર્ય પૂર્ણ કરી તેને સંચાલન માટે સોંપવામાં આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

View this post on Instagram

A post shared by onlinebuyer (@onlinebuyer.in)

​અગાઉ તારીખ ૨૬ ફેબ્રુઆરીથી ૫ માર્ચ, ૨૦૨૬ સુધી નીચે મુજબની ટ્રેનોના સ્ટોપેજ કામચલાઉ ધોરણે રદ કરવામાં આવ્યા હતા, જે હવે ફરી શરૂ કરી દેવામાં આવ્યા છે:

આ પણ વાંચો:- Micronનો સાણંદ પ્રોજેક્ટ ભારતના AI ઈકોસિસ્ટમને કરશે મજબૂત

પુનઃ શરૂ કરાયેલા સ્ટોપેજની વિગત:

​૧) ટ્રેન સંખ્યા ૧૯૨૦૯ ભાવનગર–ઓખા એક્સપ્રેસ: ૨૮.૦૨.૨૦૨૬ થી શરૂ
૨) ટ્રેન સંખ્યા ૧૯૨૧૦ ઓખા–ભાવનગર એક્સપ્રેસ: ૦૧.૦૩.૨૦૨૬ થી શરૂ
૩) ટ્રેન સંખ્યા ૫૯૫૫૨ ઓખા–રાજકોટ લોકલ: ૨૮.૦૨.૨૦૨૬ થી શરૂ
૪) ટ્રેન સંખ્યા ૫૯૫૫૧ રાજકોટ–ઓખા લોકલ: ૨૮.૦૨.૨૦૨૬ થી શરૂ

​હવે ઉપરોક્ત ટ્રેનો લાખાબાવળ સ્ટેશન પર નિયમ મુજબ ઉભી રહેશે.

​રેલ મુસાફરોને વિનંતી છે કે તેઓ ટ્રેનોના પરિચાલન સંબંધિત અદ્યતન માહિતી માટે www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરે, જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય.

OB Banner summer
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો