Local trains partially canceled: રાજકોટ ડિવિઝનની લોકલ ટ્રેનો 28 ફેબ્રુઆરી સુધી આંશિક રીતે રદ
Local trains partially canceled: પોરબંદર-કાનાલુસ અને કાનાલુસ-પોરબંદર લોકલ ટ્રેનો 28 ફેબ્રુઆરી સુધી આંશિક રીતે રદ
રાજકોટ, 23 જાન્યુઆરી: Local trains partially canceled: રાજકોટ ડિવિઝનના કાનાલુસ સ્ટેશન પર નવા ફૂટ ઓવર બ્રિજ અને પ્લેટફોર્મ ના નિર્માણ કાર્યને લીધે 26 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી, 2026 સુધી કાનાલુસ–પોરબંદર અને પોરબંદર–કાનાલુસ લોકલ ટ્રેનો આંશિક રીતે રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:
આંશિક રીતે રદ થયેલી ટ્રેનો:
1) ટ્રેન નંબર 59206 પોરબંદર–કાનાલુસ લોકલ: 26 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી, 2026 સુધી પોરબંદરથી ઉપડીને માત્ર ગોપજામ સુધી જ ચાલશે અને ગોપજામ–કાનાલુસ સેક્શન વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
2) ટ્રેન નંબર 59205 કાનાલુસ–પોરબંદર લોકલ: 26 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી, 2026 સુધી કાનાલુસને બદલે ગોપજામ સ્ટેશનથી ઉપડશે અને કાનાલુસ-ગોપજામ સેક્શન વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
રેલવે મુસાફરો તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરે. ટ્રેનોના સંચાલન અંગેની અદ્યતન માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટ પર જોઈ શકે છે, જેથી કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય.

