train 7

Mahashivratri train: રાજકોટ-જૂનાગઢ વચ્ચે આજે પણ દોડશે “મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન”

Mahashivratri train: 27.02.2025 ના રોજ પણ વિશેષ ભાડા પર એક “રાજકોટ-જૂનાગઢ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનું નક્કી કર્યું

google news png

રાજકોટ, 27 ફેબ્રુઆરી: Mahashivratri train: જૂનાગઢમાં આયોજિત “મહાશિવરાત્રી મેળા” નિમિત્તે, પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે આજે એટલે કે 27.02.2025 ના રોજ પણ વિશેષ ભાડા પર એક “રાજકોટ-જૂનાગઢ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનું નક્કી કર્યું છે. આ ટ્રેનનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે.


1) રાજકોટ-જૂનાગઢ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન રાજકોટ સ્ટેશનથી સવારે 10.55 કલાકે ઉપડી જૂનાગઢ બપોરે 13.00 કલાકે પહોંચશે.
2) એ જ રીતે જૂનાગઢ-રાજકોટ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી બપોરે 13.40 કલાકે ઉપડી 17.05 કલાકે રાજકોટ પહોંચશે.

ઉપરોક્ત ટ્રેનો બંને દિશામાં ભક્તિનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્ટેશન પર ઉભી રહેશે.

નોંધનીય છે કે ઉપરોક્ત બંને ટ્રેનો સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ ટ્રેનો તરીકે દોડશે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો