RJT Message of Cleanliness

Message of Cleanliness: રાજકોટ રેલવે ડિવિઝને આપ્યો સ્વચ્છતાનો સંદેશ

Message of Cleanliness: રાજકોટ રેલવે ડિવિઝને ‘પ્રભાત ફેરી’ અને ‘નુક્કડ નાટક’ દ્વારા આપ્યો સ્વચ્છતાનો સંદેશ

રાજકોટ, 04 ઓગસ્ટ: Message of Cleanliness: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા ‘સ્વાતંત્ર્ય દિવસ સમારોહ-૨૦૨૫’ના ભાગરૂપે ‘સ્વચ્છ રેલ સ્વચ્છ ભારત’ થીમ પર એક અનોખું જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું.

રાજકોટ ડિવિઝન રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીનાના નેતૃત્વ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં પ્રભાત ફેરી અને નુક્કડ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલમાં ડિવિઝન ના શાખા અધિકારીઓ, કર્મચારીઓ, અને સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સ સહિત આશરે ૧૫૦ લોકોએ ભાગ લીધો હતો.

Message of Cleanliness 2

આ પ્રભાત ફેરી ડિવિઝન રેલ પ્રબંધક કાર્યાલય, રાજકોટ થી શરૂ થઈને કોઠી કમ્પાઉન્ડ રેલવે કોલોની થઈને રાજકોટ રેલવે સ્ટેશન પર સમાપ્ત થઈ હતી. પ્રભાત ફેરીનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતાને રેલવેની સ્વચ્છતામાં સામેલ થવા માટે પ્રેરિત કરવાનો હતો.

 

View this post on Instagram

 

A post shared by Desh Ki Aawaz official (@deshkiaawaz)

આમાં સ્થાનિક શાળાના બાળકો અને સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સની ભાગીદારી ખાસ રહી, જેથી નવી પેઢીમાં પણ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ અને જવાબદારીની ભાવના વિકસી શકે. પ્રભાત ફેરી બાદ, રાજકોટ રેલવે સ્ટેશન પર ‘સ્વચ્છ રેલ સ્વચ્છ ભારત’ પર આધારિત એક પ્રભાવશાળી નુક્કડ નાટક રજૂ કરવામાં આવ્યું. નાટકના માધ્યમથી સ્વચ્છતાનો સંદેશ મનોરંજક રીતે લોકો સુધી પહોંચાડવામાં આવ્યો.

ડિવિઝન રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીનાએ તમામ સહભાગીઓની પ્રશંસા કરી અને તેમને પ્રોત્સાહિત કર્યા. આ પ્રકારના આયોજનોથી રેલવે એ સુનિશ્ચિત કરવા માંગે છે કે સ્વચ્છતા માત્ર એક સૂત્ર નહિ, પરંતુ આપણી સૌની આદત બની જાય.