Minister of State for Railways Ravneet Singh

Minister of State for Railways Ravneet Singh: રેલ રાજ્યમંત્રી રવનીત સિંહે અમદાવાદ ડિવિઝનની લીધી મુલાકાત

Minister of State for Railways Ravneet Singh: ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (DFCCIL) સાબરમતી સ્થિત ઓપરેશન કમાન્ડ સેન્ટરની મુલાકાત લઈને વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરી.

google news png

અમદાવાદ, 22 ફેબ્રુઆરી: Minister of State for Railways Ravneet Singh: રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ ડિવિઝન ની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું. સ્ટેશન પર યાત્રી સુવિધાઓ અને સ્ટેશન પુનઃવિકાસના કાર્યોની સમીક્ષા કરી અને તેમણે મુસાફરો સાથે વાતચીત કરીને તેમની જરૂરિયાતો અને સૂચનો પણ સાંભળ્યા.

આ પણ વાંચો:- Side Effects of Grapes: દ્રાક્ષ અનેક ગુણોથી છે ભરપૂર પણ આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઇએ

મંત્રી એ વરિષ્ઠ અધિકારીઓ સાથે અમદાવાદ સ્ટેશનના પુનર્વિકાસ ના કર્યો સહીત અમદાવાદ ડિવિઝનમાં ચાલી રહેલા વિવિધ રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી, તેમણે અમદાવાદ સ્ટેશન પર NHSRCL સ્ટેશનના કામોની પ્રગતિનું પણ નિરીક્ષણ કર્યું. ઉપરાંત, ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (DFCCIL) સાબરમતી સ્થિત ઓપરેશન કમાન્ડ સેન્ટરની મુલાકાત લઈને વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરી. તેમણે કમાન્ડ સેન્ટરના સંચાલનની ઝીણવટભરી બાબતો સમજી અને તેના અસરકારક અમલીકરણની પ્રશંસા કરી.

BJ ADVT

પાલનપુર સ્ટેશન પર પૂર્વ સાંસદ બનાસકાંઠા પરબતભાઈ પટેલ ની સાથે સૌજન્ય મુલાકાત કરી અને સ્ટેશન પર યાત્રી સુવિધાઓની સમીક્ષા કરી. ગાંધીનગર કેપિટલ સ્ટેશનના સંપૂર્ણ નિરીક્ષણ દરમિયાન, ત્યાં સ્થાપિત સ્ટેશન મોડેલનું અવલોકન કર્યું અને મુસાફરો સાથે વાતચીત કરી.

આ પ્રસંગે મંત્રી સાથે અમદાવાદ ડિવિઝનના મંડળ રેલ પ્રબંધક સુધીર કુમાર શર્મા, ચીફ પ્રોજેક્ટ મેનેજર (DFC) મનીષ અવસ્થી, ચીફ પ્રોજેક્ટ મેનેજર (RLDA) સંજીવ કુમાર, હાઇ સ્પીડ રેલના વરિષ્ઠ અધિકારીઓ, અમદાવાદ ડિવિઝનના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને રેલ્વે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો