New Train Bhuj Delhi

New Train Bhuj-Delhi: ભુજ-દિલ્હી સરાય રોહિલ્લા દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ

New Train Bhuj-Delhi: 02 ઓગસ્ટના રોજ ભુજ-દિલ્હી સરાય રોહિલા દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રારંભ કરી

google news png

ગાંધીધામ, 02 ઓગસ્ટ: New Train Bhuj-Delhi: ધારાસભ્ય કેશુભાઈ શિવદાસ પટેલ ભુજ રેલ્વે સ્ટેશનથી અને ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી દ્વારા ગાંધીધામ સ્ટેશન થી 02 ઓગસ્ટના રોજ ભુજ-દિલ્હી સરાય રોહિલા દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રારંભ કરી હતી.

આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર 20983 ભુજ-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ એક્સપ્રેસ 2 ઓગસ્ટ 2024 થી દર મંગળવાર અને શુક્રવારે ભુજથી 17:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 12:20 કલાકે દિલ્હી સરાય રોહિલ્લા પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 20984 દિલ્હી સરાય રોહિલ્લા-ભુજ સુપરફાસ્ટ એક્સપ્રેસ 3 ઓગસ્ટ 2024 થી દર બુધવાર અને શનિવારે દિલ્હી સરાય રોહિલ્લાથી 15:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11:30 કલાકે ભુજ પહોંચશે.

Rakhi Sale 2024 ads

રૂટ પર બંને દિશામાં આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, ભાભર, ભીલડી, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જંક્શન, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.

આ પણ વાંચો:- Examination of parents: માતાપિતા, બાળક અને પરીક્ષા, બેટાં અમે આ પરીક્ષા પાછળ બહુ જ પૈસા ખર્ચ્યા છે એટલે……..

ટ્રેનોના સ્ટોપેજ, રૂટ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો