New trains between Rajkot and Porbandar: રાજકોટ અને પોરબંદર વચ્ચે બે નવી લોકલ ટ્રેનોની શરૂઆત
New trains between Rajkot and Porbandar: પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ અને પોરબંદર વચ્ચે બે નવી લોકલ ટ્રેનોની શરૂઆત
રાજકોટ, ૧૧ નવેમ્બર: New trains between Rajkot and Porbandar: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ અને પોરબંદર વચ્ચે બે નવી લોકલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન સંખ્યા ૦૯૫૬૧ રાજકોટ-પોરબંદર લોકલ ઉદ્ઘાટન સ્પેશિયલને ૧૪ નવેમ્બર, ૨૦૨૫ના રોજ રાજકોટ સ્ટેશનથી સવારે ૧૦.૩૦ કલાકે લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવશે.
વિગતો આ મુજબ છે:
- ટ્રેન સંખ્યા ૫૯૫૬૧/૫૯૫૬૨ રાજકોટ-પોરબંદર લોકલ [દરરોજ]
ટ્રેન નંબર ૫૯૫૬૧ રાજકોટ-પોરબંદર લોકલ ૧૫ નવેમ્બર, ૨૦૨૫થી દરરોજ રાજકોટ સ્ટેશનથી સવારે ૮.૩૫ કલાકે ઉપડશે અને તે જ દિવસે ૧૩.૧૫ કલાકે પોરબંદર સ્ટેશન પહોંચશે. આ જ રીતે, ટ્રેન નંબર ૫૯૫૬૨ પોરબંદર-રાજકોટ લોકલ ૧૫ નવેમ્બર, ૨૦૨૫થી દરરોજ પોરબંદરથી ૧૪.૩૦ કલાકે ઉપડશે અને તે જ દિવસે ૧૮.૫૫ કલાકે રાજકોટ સ્ટેશન પહોંચશે.
- ટ્રેન સંખ્યા ૫૯૫૬૩/૫૯૫૬૪ રાજકોટ-પોરબંદર લોકલ [સપ્તાહમાં પાંચ દિવસ]
ટ્રેન નંબર ૫૯૫૬૩ રાજકોટ-પોરબંદર લોકલ ૧૬ નવેમ્બરથી સપ્તાહમાં ૫ દિવસ (બુધવાર અને શનિવાર સિવાય) રાજકોટ સ્ટેશનથી બપોરે ૧૪.૫૦ કલાકે ઉપડશે અને તે જ દિવસે ૨૦.૩૦ કલાકે પોરબંદર સ્ટેશન પહોંચશે. આ જ રીતે, ટ્રેન નંબર ૫૯૫૬૪ પોરબંદર-રાજકોટ લોકલ ૧૫ નવેમ્બરથી સપ્તાહમાં ૫ દિવસ (ગુરુવાર અને રવિવાર સિવાય) પોરબંદર સ્ટેશનથી સવારે ૭.૫૦ કલાકે ઉપડશે અને તે જ દિવસે ૧૨.૩૫ કલાકે રાજકોટ સ્ટેશન પહોંચશે.
ઉપરોક્ત તમામ ટ્રેનો બંને દિશાઓમાં ભક્તિનગર, રીબડા, ગોંડલ, વીરપુર, નવાગઢ, જેતલસર, ધોરાજી, ઉપલેટા, પાનેલી મોટી, જામજોધપુર, બાલવા, કાટકોલા, વાંસજાળિયા અને રાણાવાવ સ્ટેશનો પર ઊભી રહેશે.
આ પણ વાંચો:- Train Schedule: બ્લોકના કારણે રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત
ઉપરોક્ત તમામ ટ્રેનોના તમામ કોચ જનરલ એટલે કે અનારક્ષિત (અનરિઝર્વ્ડ) હશે.
ઉદ્ઘાટન વિગતો:
ટ્રેન સંખ્યા ૦૯૫૬૧ રાજકોટ-પોરબંદર લોકલ ઉદ્ઘાટન સ્પેશિયલની વિશેષ ઉદ્ઘાટન યાત્રાનો શુભારંભ ભારત સરકારના કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને ખેલ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, સાંસદ પરશોત્તમ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરિયા, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટના તમામ ધારાસભ્યઓ: ઉદય કાનગડ, ડૉ. દર્શિતા શાહ, ભાનુબેન બાબરીયા, રમેશ ટીલાળા તથા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા સહિત અન્ય ગણમાન્ય અતિથિઓ દ્વારા ૧૪ નવેમ્બર, ૨૦૨૫ (શુક્રવાર)ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે રાજકોટ સ્ટેશનથી ટ્રેન ને લીલી ઝંડી બતાવીને કરવામાં આવશે.
આ ટ્રેન ઉપરોક્ત તમામ સ્ટોપેજ સહિત તે જ દિવસે બપોરે ૧૪.૪૦ કલાકે પોરબંદર પહોંચશે.
ટ્રેન નંબર ૧૯૫૭૨ પોરબંદર-રાજકોટ એક્સપ્રેસના સમયમાં ફેરફાર:
ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત ટ્રેનો ચલાવવા માટે ટ્રેન નંબર ૧૯૫૭૨ પોરબંદર-રાજકોટ એક્સપ્રેસના સમયમાં ફેરફાર કરવામાં આવશે. આ ટ્રેન પોરબંદરથી તેના વર્તમાન નિર્ધારિત સમય ૧૪.૩૫ કલાકને બદલે ૧૬.૦૦ કલાકે ઉપડશે તથા રાજકોટ સ્ટેશન પર ૧૮.૫૫ કલાકને બદલે ૨૧.૨૦ કલાકે પહોંચશે.
ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને જોઈ શકે છે.

