dwarka station

Okha–Bhavnagar Express Schedule: ઓખા–ભાવનગર એક્સપ્રેસ દ્વારકા સ્ટેશનથી શરૂ થશે

Okha–Bhavnagar Express Schedule: 05 અને 06 નવેમ્બરના રોજ ઓખા–ભાવનગર એક્સપ્રેસ દ્વારકા સ્ટેશનથી શરૂ થશે

રાજકોટ, 03 નવેમ્બર: Okha–Bhavnagar Express Schedule: રેલવે પ્રશાસન દ્વારા ઓખા સ્ટેશન પર રેલવે ફાટક નંબર 313 ના લિમિટેડ હાઈટ સબવે પર ગર્ડર લોન્ચિંગ ના એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવશે. ​અસરગ્રસ્ત થનારી ટ્રેનોની વિગતો આ પ્રમાણે છે:

1. ​05 અને 06 નવેમ્બર, 2025 ના રોજ ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર એક્સપ્રેસ ઓખા સ્ટેશનને બદલે દ્વારકા સ્ટેશનથી જ શરૂ થશે. આ રીતે આ ટ્રેન ઓખા-દ્વારકા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

આ પણ વાંચો:- Rajkot-Morbi Special Updates: રાજકોટ-મોરબી સ્પેશિયલ ટ્રેનને નજરબાગ સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ

2. ​તે જ રીતે, 04 અને 05 નવેમ્બર, 2025 ના રોજ ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર–ઓખા એક્સપ્રેસ દ્વારકા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ (સમાપ્ત) થશે. આ રીતે આ ટ્રેન દ્વારકા-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

​વધારે જાણકારી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને ચેક કરી શકે છે.

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો