Okha-Shakur Basti Special Train: ઓખા–શકૂર બસ્તી સ્પેશિયલ ટ્રેનના સમયપત્રકમાં ફેરફાર
Okha-Shakur Basti Special Train: ઓખાથી રાજકોટ સુધી આવતા સ્ટેશનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો

રાજકોટ, ૧૯ સપ્ટેમ્બર: Okha-Shakur Basti Special Train: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ચલાવવામાં આવતી ઓખા–શકૂર બસ્તી (દિલ્હી કૅન્ટ પાસે) સ્પેશિયલ ટ્રેનના ઓખાથી રાજકોટ સુધી આવતા સ્ટેશનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વિગત આ મુજબ છે:
ટ્રેન નં. 09523 ઓખા–શકૂર બસ્તી સ્પેશિયલ 23 સપ્ટેમ્બર થી 25 નવેમ્બર, 2025 સુધી દરેક મંગળવારે ઓખાથી 10:20 વાગે, દ્વારકા 10:51 વાગે, ખંભાળિયા 12:02 વાગે, જામનગર 12:53 વાગે, હાપા 13:20 વાગે, રાજકોટ 14:50 વાગે અને શકૂર બસ્તી બીજા દિવસે સવારે 10:35 વાગે પહોંચશે.
આ પણ વાંચો:- Public awareness program: રાજકોટ ડિવિઝનમાં જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન
તે જ રીતે, પરત ફરતી ટ્રેન નં. 09524 શકૂર બસ્તી–ઓખા સ્પેશિયલ 24 સપ્ટેમ્બરથી 26 નવેમ્બર, 2025 સુધી દરેક બુધવારે શકૂર બસ્તીથી બપોરે 13:15 વાગે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 07:58 વાગે રાજકોટ, 08:23 વાગે હાપા, 09:37 વાગે જામનગર, 10:25 વાગે ખંભાળિયા, 11:35 વાગે દ્વારકા અને બપોરે 13:00 વાગે ઓખા પહોંચશે।

લક્ષનીય છે કે આ બન્ને ટ્રેનોના ઓખાથી રાજકોટ વચ્ચે આવેલા સ્ટેશનો સિવાય અન્ય કોઈપણ સ્ટેશનના સમયપત્રકમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ટ્રેનોના સ્ટોપેજ ના સમય અને રચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો