One Station One Product: ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ યોજના હેઠળ સ્ટોલ શરૂ કરવાની સુવર્ણ તક
One Station One Product: રાજકોટ ડિવિઝન ના 7 સ્ટેશનો પર ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ યોજના હેઠળ સ્ટોલ શરૂ કરવાની સુવર્ણ તક

રાજકોટ, 15 જુલાઈ: One Station One Product: સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્કીમ’ અંતર્ગત રાજકોટ ડિવિઝનના 7 સ્ટેશનો પર કાયમી ધોરણે સ્થાનિક ઉત્પાદનોના સ્ટોલ ખોલવામાં આવ્યા છે.
હાલમાં રાજકોટ ડિવિઝન માં રાજકોટ, ભક્તિનગર, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, વાંકાનેર અને ખંભાળિયા સ્ટેશનો પર સ્થાનિક ઉત્પાદનોના સ્ટોલ કાર્યરત છે. આ યોજના હેઠળ, ઉપરોક્ત સ્ટેશનો પર સ્ટોલ મેળવવા માટે, ઉત્પાદકો, વિકાસ કમિશનર/રાજ્ય/કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલ ઓળખ કાર્ડ ધારકો, ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા (TRIFED), નોંધાયેલ સ્વૈચ્છિક સંસ્થાઓ અથવા MSME પ્રમાણપત્ર ધારકો, ભારત સરકાર રજિસ્ટર્ડ/નોંધાયેલ આદિવાસી કારીગરો/વણકર વગેરે અરજી કરી શકે છે.
નોંધનીય છે કે આ સ્ટોલ રૂ. 6000/-ની નજીવી ટોકન રકમ સાથે વધુમાં વધુ ત્રણ મહિના માટે ફાળવવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે, અરજદારો તેમની અરજી સંબંધિત રેલવે સ્ટેશન પર સ્ટેશન મેનેજરને સબમિટ કરી શકે છે.
રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વનીકુમારે સ્થાનિક લોકો/સંસ્થાઓને આ યોજનાનો મહત્તમ લાભ લેવા અપીલ કરી છે.