Operation Rail Security: ઓક્ટોબર મહિનામાં આરપીએફ રાજકોટ મંડળનું પ્રશંસનીય કાર્ય
Operation Rail Security: મુસાફરોની ₹3 લાખ કિંમતની વસ્તુઓ પરત અપાઇ, રેલ્વે સંપત્તિ ચોરીના 13 આરોપી અને ચેઇન પુલિંગના 20 આરોપી ઝડપાયા — સુરક્ષા અને સેવામા આગેવાન આરપીએફ

રાજકોટ, 5 નવેમ્બર: Operation Rail Security: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના રેલવે સુરક્ષા બળ (આરપીએફ) દ્વારા કાયદો-વ્યવસ્થા જાળવવા અને યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે. ઓક્ટોબર 2025 (01.10.2025 થી 31.10.2025) માસ દરમિયાન, “સેવા હી સંકલ્પ” અભિયાન અંતર્ગત, આદરણીય આઈજી-કમ-પ્રધાન મુખ્ય સુરક્ષા કમિશ્નર અજય સદાનીના કુશળ નેતૃત્વમાં આરપીએફ રાજકોટ ડિવિઝન દ્વારા સતર્કતા, સેવા અને સમર્પણનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું.
ડ્યુટી દરમિયાન સહયોગ અને ઈમાનદારીનો પરિચય આપતા, આરપીએફ કર્મીઓએ યાત્રીઓ દ્વારા સ્ટેશનો પર અથવા ટ્રેનોમાં ભૂલથી છૂટી ગયેલા 37 યાત્રીઓના આશરે ₹3,09,914 મૂલ્યના સામાનને સુરક્ષિત રીતે તેમના સુપરત કર્યો.
જ્યારે, “ઓપરેશન રેલ સુરક્ષા” હેઠળ રેલવે સંપત્તિની ચોરીના 6 કિસ્સાઓમાં કુલ 13 આરોપીઓની ધરપકડ કરીને તેમની વિરુદ્ધ આવશ્યક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી.
આ ઉપરાંત, “ઓપરેશન નન્હે ફરિશ્તે” અંતર્ગત ઘરેથી ભાગી ગયેલી એક 16 વર્ષીય બાળકીને સુરક્ષિત રીતે તેના પરિવારજનોને સોંપવામાં આવી, જે આરપીએફની માનવીય સંવેદનશીલતા અને તત્પરતાનું પ્રતીક છે.

“ઓપરેશન સતર્ક” દરમિયાન ગેરકાયદેસર દારૂની તસ્કરીના એક કેસમાં એક વ્યક્તિને પકડીને આગળની કાર્યવાહી માટે સરકારી રેલવે પોલીસ (જીઆરપી) ને સોંપવામાં આવ્યો. “ઓપરેશન સમય પાલન” હેઠળ ટ્રેનોમાં ચેઈન પુલિંગ કરીને સંચાલનમાં અવરોધ ઊભો કરનારાઓ વિરુદ્ધ 35 કેસોમાં 20 આરોપીઓની ધરપકડ કરવામાં આવી.
યાત્રીઓમાં જાગૃતિ વધારવા માટે “ઓપરેશન જનજાગરણ” અંતર્ગત તમામ આરપીએફ પોસ્ટ્સ અને ચોકીઓ પર બેનરો, પી.એ. સિસ્ટમ દ્વારા જાહેરાતો, ગ્રામ પ્રમુખો સાથે બેઠકો અને જનસભાઓના માધ્યમથી વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યા. આ કાર્યક્રમોમાં રેલવે લાઇન પાર ન કરવા, ટ્રેનો પર પથ્થરમારો ટાળવા, નશો ત્યાગવા, મહિલા સુરક્ષા અને માનવ તસ્કરી જેવા વિષયો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:- Wall of Unity in Seattle: અમેરિકાના સિએટલમાં ‘વૉલ ઑફ યુનિટી’નું અનાવરણ
“ઓપરેશન ઉપલબ્ધ” હેઠળ રેલવે ટિકિટોની કાળાબજારી કરનાર એક વ્યક્તિને પકડવામાં આવ્યો, જ્યારે “ઓપરેશન યાત્રી સુરક્ષા” દરમિયાન યાત્રી સામાનની ચોરીના એક કેસમાં આરોપીની ધરપકડ કરીને કાયદાકીય કાર્યવાહી માટે સરકારી રેલવે પોલીસને સોંપવામાં આવ્યો.
આરપીએફ રાજકોટ ડિવિઝન યાત્રીઓની સુરક્ષા, રેલવે સંપત્તિનું રક્ષણ અને કાયદો-વ્યવસ્થા જાળવવાની તેની પ્રતિબદ્ધતાને દૃઢતાથી નિભાવી રહ્યું છે અને ભવિષ્યમાં પણ તે જ સમર્પણ અને કાર્યક્ષમતા સાથે પોતાની ફરજોનું નિર્વહન કરતું રહેશે.

