Public awareness program: રાજકોટ ડિવિઝનમાં જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન
Public awareness program: “સ્વચ્છતા હી સેવા – 2025” અભિયાન અંતર્ગત રાજકોટ ડિવિઝનમાં શપથગ્રહણ તથા જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન

રાજકોટ, 17 સપ્ટેમ્બર: Public awareness program: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા 17 સપ્ટેમ્બર 2025 થી 02 ઓક્ટોબર 2025 સુધી “સ્વચ્છતા હી સેવા – 2025” અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ડિવિઝનની વિવિધ જગ્યાઓ પર સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ વધારવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.
આજ રોજ 17 સપ્ટેમ્બર 2025ના દિવસે રાજકોટ ડિવિઝન કચેરી ખાતે ડિવિઝનલ રેલ મેનેજર ગિરિરાજ કુમાર મીના ના નેતૃત્વ હેઠળ શપથગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જે પછી હસ્તાક્ષર અભિયાનની શરૂઆત કરવામાં આવી. આ અવસરે અપર ડિવિઝનલ રેલ મેનેજર કૌશલ કુમાર ચૌબે તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ મોટી સંખ્યામાં સક્રિય ભાગ લીધો.
આ જ ક્રમમાં ડિવિઝનના રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા સ્ટેશન સહિત 45 અલગ-અલગ સ્થળોએ શપથગ્રહણ કાર્યક્રમો યોજાયા, જેમાં અંદાજે 2000 લોકોએ સહભાગિતા નોંધાવી. રાજકોટ સ્ટેશન પર નુકડ નાટક નું આયોજન કરવામાં આવ્યું, જેમાં રેલવે કર્મચારી તથા મુસાફરો સહિત લગભગ 200 લોકોએ હાજરી આપી સ્વચ્છતાનો સંદેશ આપ્યો.
તેમજ, ડિવિઝનના સફાઈ મિત્રોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે કાર્યશાળાનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં લગભગ 50 સફાઈ મિત્રોએ ભાગ લીધ.

રાજકોટ ડિવિઝન દ્વારા આયોજિત આ કાર્યક્રમોનો હેતુ સમાજના દરેક વર્ગમાં સ્વચ્છતાનું મહત્વ ઉજાગર કરવાનું અને જનસામાન્યને આ અભિયાન સાથે જોડવાનું છે.