wrgm

Public Grievance Redressal: જાહેર ફરિયાદોના નિવારણમાં પશ્ચિમ રેલ્વેના તમામ ડિવિઝનો માં રાજકોટ ડિવિઝન ટોચ પર

google news png

રાજકોટ, 17 એપ્રિલ: Public Grievance Redressal: રાજકોટ ડિવિઝન ફરી એકવાર તેના માનનીય ગ્રાહકોને શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવામાં તેની ક્ષમતા સાબિત કરી છે. ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વની કુમારના નેતૃત્વમાં રાજકોટ ડિવિઝન એ વર્ષ 2024-25 દરમિયાન જાહેર ફરિયાદો (Public Complaints) ના નિવારણ માં પશ્ચિમ રેલ્વેમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.

તાજેતરમાં મુંબઈમાં આયોજિત પશ્ચિમ રેલવે ના 70મા રેલ સપ્તાહ એવોર્ડ સમારોહ દરમિયાન પશ્ચિમ રેલવે ના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્ર દ્વારા રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વિની કુમારને આ રેલ મદદ શિલ્ડ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજકોટ ડિવિઝન ના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીના પણ હાજર રહ્યા હતા.

rjt trophy


રાજકોટ ડિવિઝન દ્વારા ફરિયાદો ના નિવારણ ને હંમેશા ટોચ ની પ્રાથમિકતા આપવામાં આવે છે. આ ફરિયાદો રેલ મદદ એપ ના વિવિધ જાહેર ફરિયાદ પ્લેટફોર્મ પર દૈનિક ધોરણે પ્રાપ્ત થાય છે અને વિવિધ સ્તરે વરિષ્ઠ રેલવે અધિકારીઓ દ્વારા તેનું નજીકથી નિરીક્ષણ કરવામાં આવે છે. આ સતત પ્રયાસો ના પરિણામે, રાજકોટ ડિવિઝન ફરિયાદો નું ઝડપી નિવારણ કરવામાં સક્ષમ બન્યું છે અને તેના દ્વારા વર્ષ 2024-25 માટે જાહેર ફરિયાદો ના નિવારણ માં પશ્ચિમ રેલવે ના તમામ ડિવિઝનો માં ટોચનું સ્થાન મેળવ્યું છે.

મુસાફરો રેલ મદદ એપ હેઠળ ઉપલબ્ધ વિવિધ માધ્યમો દ્વારા તેમની ફરિયાદો નોંધાવી/નોંધણી કરાવી શકે છે, જેમ કે સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ, હેલ્પલાઇન નંબર ૧૩૯, સેન્ટ્રલાઇઝ્ડ પબ્લિક ગ્રીવન્સ રિડ્રેસલ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ (CPGRAMS), મોબાઇલ એપ, વેબ, SMS, ઈ-મેલ વગેરે.

નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે રેલ મદદ દ્વારા પશ્ચિમ રેલવે માં કુલ ૨.૩૭ લાખ ફરિયાદો મળી હતી, જેમાંથી રાજકોટ ડિવિઝનમાં માત્ર ૫.૭% એટલે કે લગભગ ૧૨ હજાર ફરિયાદો મળી હતી. આ ફરિયાદો ના નિરાકરણ માં રાજકોટ ડિવિઝનનો સરેરાશ નિરાકરણ સમય 22 મિનિટ હતો જે પશ્ચિમ રેલવે ના અન્ય કોઈપણ ડિવિઝનની તુલનામાં સૌથી ઓછો છે. ઉપરાંત, ઉત્તમ પ્રતિસાદ મેળવવામાં રાજકોટ ડિવિઝન પશ્ચિમ રેલવે માં ટોચ પર રહ્યું છે.

રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વિની કુમારે આ સિદ્ધિ બદલ એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર કૌશલ કુમાર ચૌબે, સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીના, ડિવિઝનલ કોમર્શિયલ ઇન્સ્પેક્ટર (જાહેર ફરિયાદ) શ્રી વિકાસ અધિયારુ અને રેલ મદદ રાજકોટની સમગ્ર ટીમને અભિનંદન આપ્યા અને ભવિષ્યમાં પણ આ જ ગતિ જાળવી રાખવા માટે પ્રોત્સાહિત કર્યા.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો