QR code rail ticket

Rail ticket payment through QR code: રાજકોટ ડિવિઝનના રેલવે મુસાફરો હવે QR કોડ દ્વારા ટિકિટનું ભાડું ચૂકવી શકશે

Rail ticket payment through QR code: ‘ડિજિટલ ઈન્ડિયા’ પહેલને પ્રોત્સાહન, હવે રોકડ ચુકવણી માં થી મળશે રાહત

રાજકોટ ડિવિઝનના તમામ સ્ટેશનો પર મુસાફરો QR કોડ દ્વારા ચૂકવી શકશે ટિકિટનું ભાડું

google news png

રાજકોટ, 10 ઓગસ્ટ: Rail ticket payment through QR code: પશ્ચિમ રેલવેનું રાજકોટ ડિવિઝન ડિજિટલ પેમેન્ટ પદ્ધતિઓનો ઉપયોગ કરીને કેશલેસ વ્યવહારોને પ્રોત્સાહન આપવા અને તેના મુસાફરોને સરળ અને વધુ કાર્યક્ષમ સેવા સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. આ દિશામાં આગળ વધીને રાજકોટ ડિવિઝનની રિઝર્વેશન ઓફિસ અને બુકિંગ ઓફિસના તમામ કાઉન્ટરો પર QR કોડ ડિવાઈસ લગાવવામાં આવ્યા છે.

રેલવે મુસાફરોને ટિકિટનું ભાડું ચૂકવવા માટે QR કોડ ડિજિટલ માધ્યમની સુવિધા આપવામાં આવી રહી છે. આ નવી પહેલ હેઠળ, રેલ ટિકિટ માટે QR કોડ દ્વારા ચુકવણી સ્વીકારવાની સુવિધા રાજકોટ ડિવિઝનના રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા સહિતના તમામ નાના-મોટા સ્ટેશનોના તમામ આરક્ષિત અને અનરિઝર્વ્ડ ટિકિટ કાઉન્ટર પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

Rakhi Sale 2024 ads

રેલવે મુસાફરોને હવે ટિકિટનું ભાડું ચૂકવવા માટે UTS મોબાઈલ એપ, ATVM, POS અને UPI જેવા વિવિધ ડિજિટલ પેમેન્ટ વિકલ્પોની ઍક્સેસ છે. આ પ્રકારની ડિજીટલ પેમેન્ટ સિસ્ટમને વધુ ઉપયોગી અને સુલભ બનાવવાના હેતુથી રાજકોટ ડિવિઝન દ્વારા તેનો વિસ્તાર કરવામાં આવ્યો છે. આ નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ હવે મુસાફરોને QR કોડ દ્વારા ટિકિટનું ભાડું ચૂકવવા માટે વધુ સગવડ પૂરી પાડશે, આના દ્વારા કોઈપણ યાત્રી સરળતાથી અને કોઈપણ મુશ્કેલી વિના ટિકિટનું ભાડું ચૂકવી શકશે.

આ પણ વાંચો:- ICICI Lombard: વીમાક્ષેત્રની પ્રથમ ક્રાંતિકારી આરોગ્ય વીમા પ્રોડક્ટ ‘એલિવેટ’ રજૂ કરી

આ પ્રયાસ રેલ મુસાફરોને ડિજિટલ પેમેન્ટ માટે સરળ અને સુરક્ષિત વિકલ્પો પ્રદાન કરીને વધુ અનુકૂળ અને સીમલેસ મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટેનું પ્રોત્સાહન છે.

રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વની કુમારે મુસાફરોને ટિકિટનું ભાડું ડિજિટલ રીતે ચૂકવવા માટે QR કોડનો ઉપયોગ કરવા વિનંતી કરી છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો