train 10

Rail traffic affected in Rajkot division: રાજકોટ ડિવિઝન માં 8 જુલાઈ સુધી રેલ વ્યવહાર ને અસર

Rail traffic affected in Rajkot division: રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં નોન-ઈન્ટરલોકીંગ કામગીરી ના લીધે 8 જુલાઈ સુધી રેલ વ્યવહાર ને અસર

google news png

રાજકોટ, ૨૯ જૂન: Rail traffic affected in Rajkot division: રાજકોટ ડિવિઝન માં આવેલા રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શન માં નોન-ઇન્ટરલોકીંગ કામગીરી ના લીધે 29.06.2024 થી 08.07.2024 સુધી રેલ વ્યવહાર ને અસર થશે. અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:

  • ટ્રેન નંબર 09480 ઓખા-રાજકોટ લોકલ 30.06.2024 થી 07.07.2024 સુધી ઓખાથી હાપા સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન હાપા-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • ટ્રેન નંબર 09479 રાજકોટ-ઓખા લોકલ 01.07.2024 થી 08.07.2024 સુધી હાપા થી ઓખા સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 29.06.2024 થી 07.07.2024 સુધી ભાવનગર થી સુરેન્દ્રનગર ચાલશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ 30.06.2024 થી 08.07.2024 સુધી સુરેન્દ્રનગર થી ભાવનગર સુધી દોડશે. આ રીતે આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • 29.06.2024, 01.07.2024, 04.07.2024 અને 06.07.2024 ના રોજ, બાંદ્રા થી ચાલતી ટ્રેન નં. 22923 બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ બાંદ્રા થી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • 30.06.2024, 02.07.2024, 05.07.2024 અને 07.07.2024 ના રોજ ટ્રેન નં. 22924 જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ સુરેન્દ્રનગર થી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

યાત્રી ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો