Rajbhasha Pakhavada: રાજકોટ રેલવે ડિવિઝન પર રાજભાષા પખવાડિયું-૨૦૨૫: પુરસ્કાર વિતરણ સમારોહ સંપન્ન
Rajbhasha Pakhavada; હિન્દી સ્પર્ધાઓ અને યોજનાઓ હેઠળ પસંદગી પામેલા કુલ ૩૨ વિજેતા અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા
રાજકોટ, 01 ઓક્ટોબર: Rajbhasha Pakhavada: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં તા. ૩૦.૦૯.૨૦૨૫ ના રોજ રાજભાષા પખવાડિયું-૨૦૨૫ ના ભાગ રૂપે આયોજિત પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાના અધ્યક્ષપદે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમના હસ્તે વિવિધ હિન્દી સ્પર્ધાઓ અને યોજનાઓ હેઠળ પસંદગી પામેલા કુલ ૩૨ વિજેતા અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમારોહમાં ડિવિઝનના તમામ શાખા અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ રાજભાષા અધિકારી અતુલ ત્રિપાઠીના સ્વાગત ઉદ્બોધનથી થયો હતો.
રાજભાષા પખવાડિયું ૧૫ થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન સમગ્ર ડિવિઝનમાં ઉજવવામાં આવ્યું, જેના ભાગરૂપે નિબંધ લેખન, ટિપ્પણ-આલેખન, કવિતા પાઠ, વક્તૃત્વ સ્પર્ધા, સ્વરચિત કવિતા પાઠ તથા સાહિત્યિક સંગોષ્ઠી (સેમિનાર) જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમાપન પ્રસંગે ડિવિઝનલ રેલવે મેનેજર મીનાએ તેમના અધ્યક્ષીય સંબોધનમાં કહ્યું કે હિન્દી એક સહજ અને સરળ ભાષા હોવાની સાથે-સાથે આપણી રાજભાષા પણ છે. આથી, આપણે આપણી માનસિકતા બદલીને તેને કાર્યકારી ભાષા તરીકે અપનાવવી જોઈએ. તેમણે રાજભાષા વિભાગ દ્વારા વર્ષભર કરવામાં આવેલા કાર્યોની સરાહના કરી અને વિભાગને પ્રોત્સાહનરૂપે રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરી.
આ પણ વાંચો:- Important Information for Trains: યાત્રીઓની સુવિધા માટે અપીલ: ચાંદલોડિયા ‘B’ સ્ટેશન પર આવ-જા કરતી ટ્રેનો
આ પ્રસંગે અપર ડિવિઝનલ રેલવે મેનેજર અને અપર મુખ્ય રાજભાષા અધિકારી કૌશલ કુમાર ચૌબેએ કહ્યું કે રાજકોટ ડિવિઝનમાં અધિકારીઓ અને કર્મચારીઓ રાજભાષાના પ્રયોગ અને પ્રસારમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે અને ડિવિઝન સ્તરે લાગુ તમામ યોજનાઓનું યોગ્ય પાલન કરી રહ્યા છે.
કાર્યક્રમના અંતે રાજભાષા અધિકારી અતુલ ત્રિપાઠીએ તમામ વિજેતાઓનું અભિનંદન કરતા ઉપસ્થિત જનો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન વરિષ્ઠ અનુવાદક કે.સી. ધારિયાએ કર્યું હતું.
