Rajkot Station Mahotsav

Rajkot-Barauni train update: રાજકોટ-બરૌની સ્પેશિયલ ટ્રેન આંશિક રીતે બદલાયેલા રૂટ પર દોડશે

Rajkot-Barauni train update: 23 ઓગસ્ટની રાજકોટ-બરૌની સ્પેશિયલ ટ્રેન આંશિક રીતે બદલાયેલા રૂટ પર દોડશે

google news png

રાજકોટ, 22 ઓગસ્ટ: Rajkot-Barauni train update: ઉત્તર મધ્ય રેલવેના આગ્રા ડિવિઝન પર ટુંડલા-આગ્રા ફોર્ટ સેક્શન માં આવેલ કુબેરપુર સ્ટેશન પર વધારાની લૂપ લાઇન અને ગુડ્સ શેડના વિસ્તરણ માટે સૂચિત યાર્ડ રિમોડેલિંગ કાર્યને કારણે, 23 ઓગસ્ટ, 2024 ના રોજ રાજકોટ થી ઉપડનારી ટ્રેન નંબર 09569 રાજકોટ-બરૌની સ્પેશિયલ, તેના નિર્ધારિત રૂટ બયાના-પાતલી-આગ્રા ફોર્ટ-ટુંડલાને બદલે, ડાઈવર્ટ કરાયેલા રુટ વાયા બયાના-પાતલી-આગ્રા કેન્ટ-ઉદી મોડ-ઇટાવા થઈને જશે.

આ સમયગાળા દરમિયાન આ ટ્રેન ટુંડલા અને આગ્રા ફોર્ટ સ્ટેશને નહીં જાય. આ ટ્રેનને આગ્રા ફોર્ટ સ્ટેશનને બદલે આગ્રા કેન્ટ સ્ટેશન પર 5 મિનિટ નું વધારનું સ્ટોપેજ હંગામી ધોરણે આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો:- Heavy Rain Forecast: રાજયના અનેક વિસ્તારોમાં આજે પડશે ભારે વરસાદ, 6 થી 7 ઇંચ વરસાદ પડે તેવી આગાહી

Rakhi Sale 2024 ads
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો