train 7

Rajkot-Bhuj Special Train: રાજકોટ અને ભુજ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે

રાજકોટ, 19 માર્ચ: Rajkot-Bhuj Special Train: મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે એ રાજકોટ અને ભુજ વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે.

જેની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર 09445/09446 રાજકોટ-ભુજ-રાજકોટ દૈનિક સ્પેશલ

ટ્રેન નંબર 09445 રાજકોટ-ભુજ સ્પેશિયલ 21 માર્ચ, 2025 થી 30 જૂન, 2025 સુધી રાજકોટથી દરરોજ બપોરે 14.30 કલાકે ઉપડશે અને 21.40 કલાકે ભુજ પહોંચશે.

તેવી જ રીતે, ટ્રેન નંબર 09446 ભુજ-રાજકોટ સ્પેશિયલ 21 માર્ચ, 2025 થી 30 જૂન, 2025 સુધી ભુજથી દરરોજ સવારે 06.50 કલાકે ઉપડશે અને બપોરે 13.35 કલાકે રાજકોટ પહોંચશે.

BJ ADVT

માર્ગમાં આ ટ્રેન બંને દિશામાં મોરબી, દહિંસરા, માળિયા-મિયાણા, સામાખ્યાલી, ભચાઉ અને ગાંધીધામ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ચેરકાર, સેકન્ડ ક્લાસ સીટિંગ અને જનરલ ક્લાસ ના કોચ હશે.

ટ્રેન નંબર 09445/09446 ની બુકિંગ 20 માર્ચ 2025 થી બધા PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો