RJt drm

Rajkot Coaching Depot: રાજકોટ કોચિંગ ડેપો ને એનાયત કરવામાં આવી પ્રતિષ્ઠિત શિલ્ડ

Rajkot Coaching Depot: ટ્રેનો ની ઉત્કૃષ્ટ જાળવણી બદલ રાજકોટ કોચિંગ ડેપો ને એનાયત કરવામાં આવી પ્રતિષ્ઠિત શિલ્ડ

google news png

રાજકોટ, 30 જુલાઈ: Rajkot Coaching Depot: રાજકોટ ના કોચિંગ ડેપોને વર્ષ 2023-24 દરમિયાન પશ્ચિમ રેલ્વેમાં ટ્રેનોની શ્રેષ્ઠ જાળવણી માટે પ્રતિષ્ઠિત શિલ્ડ એનાયત કરવામાં આવી છે. આજે પશ્ચિમ રેલવેના મુખ્ય મથક ચર્ચગેટ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં પશ્ચિમ રેલવેના પ્રિન્સિપાલ ચીફ મિકેનિકલ એન્જિનિયર ઉદય બોરવંકર દ્વારા રાજકોટ ડિવિઝન ના સિનિયર ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર અભિષેક કુમાર સિંઘ ને શ્રેષ્ઠ કોચિંગ ડેપો (લઘુ) ની શિલ્ડ એનાયત કરવામાં આવી હતી.

હાલમાં રાજકોટ કોચિંગ ડેપો દ્વારા 05 મેલ એક્સપ્રેસ અને 01 પેસેન્જર ટ્રેનો પ્રાઇમરી મેન્ટેનન્સ કરવામાં આવી રહી છે. 24 x 7 સલામત રેલ કામગીરી માટે, રાજકોટ સ્ટેશન પર થી પસાર થતી તમામ ટ્રેનોના રોલિંગ ઇન અને રોલિંગ આઉટ ટેસ્ટિંગ ખૂબ કાળજી સાથે કરવામાં આવે છે. મુસાફરોની સુવિધાઓ વધારવા માટે, તમામ પ્રાથમિક એક્સપ્રેસ ટ્રેનો માં ઓન-બોર્ડ સફાઈ ની વ્યવસ્થા અને સ્વચ્છ આરોગ્યપ્રદ લિનન પ્રદાન કરવા માટે રાજકોટ માં રેલ્વે દ્વારા યાંત્રિક લોન્ડ્રી નું શ્રેષ્ઠ રીતે સંચાલન કરવામાં આવી રહયું છે.

Rakhi Sale 2024 ads

આ ઉપરાંત હોલ્ટ ટાઈમ દરમિયાન રાજકોટ સ્ટેશન પરથી પસાર થતી તમામ ટ્રેનોમાં ઝડપથી પાણી ભરાય તે માટે ક્વીક વાટરિંગ સિસ્ટમ ની વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વની કુમારના માર્ગદર્શન હેઠળ મિકેનિકલ વિભાગ દ્વારા કરવામાં આવેલ આ તમામ પ્રશંસનીય પ્રયાસોની નોંધ લેતા, પશ્ચિમ રેલ્વે દ્વારા રાજકોટ કોચિંગ ડેપોને શ્રેષ્ઠ કોચિંગ ડેપો (લઘુ) નો આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *