Rajkot division received the shield: રાજકોટ ડિવિઝનને મળ્યા ચાર પ્રતિષ્ઠિત શિલ્ડ
Rajkot division received the shield: ૭૦મો રેલ્વે સપ્તાહ પુરસ્કાર સમારોહ: પશ્ચિમ રેલ્વેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે રાજકોટ ડિવિઝનને મળ્યા ચાર પ્રતિષ્ઠિત શિલ્ડ

રાજકોટ, 16 એપ્રિલ: Rajkot division received the shield: પશ્ચિમ રેલ્વેનો 70મો રેલ સપ્તાહ એવોર્ડ સમારોહ બુધવાર, 16 એપ્રિલ, 2025 ના રોજ નરીમાન પોઈન્ટ સ્થિત યશવંતરાવ ચવ્હાણ ઓડિટોરિયમ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ સમારોહ દર વર્ષે પશ્ચિમ રેલ્વેના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમની મહેનત અને સમર્પણને માન્યતા આપવા માટે યોજવામાં આવે છે, જેઓ હંમેશા પડકારોનો સામનો કરવા તૈયાર રહે છે.
રેલ સપ્તાહ દરમિયાન, વિવિધ શ્રેણીઓ હેઠળ ડિવિઝનો/એકમોને કાર્યક્ષમતા શિલ્ડ એનાયત કરવામાં આવે છે. આ મહત્વપૂર્ણ પ્રસંગે, જનરલ મેનેજર અશોક કુમાર મિશ્ર એ વર્ષ 2024-25 માટે વિવિધ ક્ષેત્રોમાં સૌથી વધુ કાર્યક્ષમ જણાતા વિભાગો અને એકમોને પ્રતિષ્ઠિત જનરલ મેનેજરની એફિશિયન્સી શિલ્ડ અર્પણ કર્યા. આ વર્ષે રાજકોટ ડિવિઝન ને વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે કુલ 4 શિલ્ડ એનાયત કરવામાં આવ્યા છે.
રાજકોટ ડિવિઝન ને મુસાફરોની ફરિયાદોના તાત્કાલિક નિવારણ માટે રેલ મદદ શીલ્ડ, ઉર્જા સંરક્ષણ કાર્યક્ષમતા શીલ્ડ, કાર્મિક શીલ્ડ અને શ્રેષ્ઠ સુધારણા શીલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્ર દ્વારા રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વિની કુમારને શિલ્ડ અર્પણ કરવામાં આવી હતી જેમાં સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ અધિકારીઓમાં રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીના, સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર (પાવર) રજની યાદવ અને સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર એ યુ સોલંકી શામેલ હતાં.
રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વની કુમારે આ સિદ્ધિ બદલ સમગ્ર ટીમને અભિનંદન આપ્યા અને ભવિષ્યમાં પણ આ જ ગતિ જાળવી રાખવા માટે પ્રોત્સાહિત કર્યા અને કહ્યું કે આ બધી પ્રતિષ્ઠિત શિલ્ડ મેળવવી એ તમામ અધિકારીઓ અને કર્મચારીઓની મહેનત અને સમર્પણનું પરિણામ છે.