train

Rajkot Division Special Train: રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 10 સ્પેશિયલ ટ્રેનો ના ફેરા લંબાવવામાં આવ્યા

Rajkot Division Special Train: 10 સ્પેશિયલ ટ્રેનો ના ટિકિટો નું બુકિંગ 24 જૂન થી શરૂ

google news png

રાજકોટ, ૨૨ જૂન: Rajkot Division Special Train: પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝન માં થી પસાર થતી 5 જોડી સ્પેશિયલ ટ્રેનો ના ફેરા (વિશેષ ભાડા પર) લંબાવવામાં આવ્યા છે.

આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

1. ટ્રેન નંબર 09575 રાજકોટ-જડચર્લા વીકલી સ્પેશિયલ, જે અગાઉ 24 જૂન, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 30 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 09576 જડચર્લા-રાજકોટ સાપ્તાહિક સ્પેશિયલ, જે અગાઉ 25 જૂન, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 1 ઓક્ટોબર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

2. ટ્રેન નંબર 09569 રાજકોટ-બરૌની સાપ્તાહિક સ્પેશિયલ, જે અગાઉ 28 જૂન, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 27 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 09570 બરૌની-રાજકોટ સાપ્તાહિક સ્પેશિયલ, જે અગાઉ 30 જૂન, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 29 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

આ પણ વાંચો:- Ahmedabad Crime Branch seized liquid drugs: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 3.50 કરોડનું લિકિવડ ડ્રગ્સ પકડી પાડયું

3. ટ્રેન નંબર 09520 ઓખા-મદુરાઈ સાપ્તાહિક સ્પેશિયલ, જે અગાઉ 24 જૂન, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 30 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 09519 મદુરાઈ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ, જે અગાઉ 28 જૂન, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 03 જાન્યુઆરી, 2025 સુધી લંબાવવામાં આવી છે.

4. ટ્રેન નંબર 09525 હાપા-નાહરલગુન સાપ્તાહિક સ્પેશિયલ, જે અગાઉ 26 જૂન, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 25 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 09526 નાહરલગુન-હાપા સાપ્તાહિક સ્પેશિયલ, જે અગાઉ 29મી જૂન, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 28મી ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

5. ટ્રેન નંબર 09523 ઓખા-દિલ્હી સરાય રોહિલા સાપ્તાહિક સ્પેશિયલ, જે અગાઉ 25 જૂન, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 31 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 09524 દિલ્હી સરાઈ રોહિલ્લા-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ, જે અગાઉ 26મી જૂન, 2024 સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 01 જાન્યુઆરી, 2025 સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન નંબર 09575, 09569, 09520, 09525 અને 09523 ના વિસ્તૃત ટ્રિપ્સ માટે ટિકિટો નું બુકિંગ 24 જૂન, 2024 થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજ ના સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો