Rajkot division’s savings from solar energy: રાજકોટ રેલ્વે વિભાગે સૌર ઉર્જાનો ઉપયોગ કરીને 1 વર્ષમાં લાખો રૂપિયાની કરી બચત
Rajkot division’s savings from solar energy: રાજકોટ રેલવે ડિવિઝને 18 સ્ટેશનો અને 7 ઓફિસ બિલ્ડીંગો પર સોલાર પાવર પ્લાન્ટનો ઉપયોગ કરીને એક વર્ષમાં રૂ. 27.18 લાખની બચત કરી
ઉર્જા બચત અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને આગળ વધારતા, પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને ગ્રીન અને સ્વચ્છ રેલવે તરફ મોટા કદમ ઉઠાવી રહ્યું છે.

રાજકોટ, 04 જુલાઈ: Rajkot division’s savings from solar energy: રાજકોટ ડીવીઝનલ રેલવે મેનેજર અશ્વની કુમાર અને સીનીયર ડીવીઝનલ ઈલેકટ્રીકલ ઈજનેર રજની યાદવના માર્ગદર્શન હેઠળ ડીવીઝન દ્વારા પ્રદુષણ અટકાવવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા અનેક પગલા લેવામાં આવેલ છે. આ દિશામાં રાજકોટ ડિવિઝનના વિવિધ 18 રેલવે સ્ટેશનો અને 7 ઓફિસ બિલ્ડીંગો માં 519 કિલોવોટ ક્ષમતાના સોલાર પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. ઉપરાંત, વધુ સ્ટેશનો અને ઓફિસો પર સોલાર પ્લાન્ટની જોગવાઈ કરવામાં આવી રહી છે જે સ્વચ્છ ઊર્જા ઉત્પન્ન કરે છે. પરિણામે, ઊર્જા બિલમાં બચત થાય છે.
આ પણ વાંચો:- Agricultural Science Centre: દ્રારા આયોજીત ખેડૂત સભા દરમિયાન વાર્તાલાપ અને પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્ર એનાયત
નાના સ્ટેશનો પર સોલાર પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતી ઉર્જાનો ઉપયોગ સ્ટેશનો પરના ઉપકરણોને પાવર આપવા માટે થાય છે જેમ કે લાઇટ, પંખા, કમ્પ્યુટર અને ફરતા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટિંગ. મોટા સ્ટેશનો પર, ઉત્પન્ન થતી ઉર્જા વીજળીના ગ્રીડમાં પ્રસારિત થાય છે અને વીજળીના બિલ મીટરવાળી બિલિંગ સિસ્ટમ દ્વારા પ્રાપ્ત થાય છે.
વર્ષ 2023-24માં આ સૌર પ્લાન્ટો દ્વારા 454989 યુનિટ (KWh) ગ્રીન એનર્જી ઉત્પન્ન કરવામાં આવી છે, જેના પરિણામે વીજળી બોર્ડ દ્વારા સપ્લાય કરવામાં આવતી ઊર્જાના પ્રતિ યુનિટ ખર્ચમાં સૌર પ્લાન્ટ દ્વારા ઉત્પાદિત ઊર્જાના ખર્ચની સરખામણીમાં તફાવત જોવા મળે છે જેનાથી બિલમાં 27.18 લાખ રૂપિયાની બચત થઈ છે.

રાજકોટ ડિવિઝનમાં અમૃત ભારત પ્રોજેક્ટ હેઠળ 15 સ્ટેશનો પર વીજળી વિભાગને લગતા કામો પ્રગતિમાં છે, જેમાં મુખ્યત્વે પ્રકાશની તીવ્રતા વધારવા, વેઇટિંગ હોલમાં એર-કન્ડિશનરની જોગવાઈ, લિફ્ટની જોગવાઈ વગેરેનો સમાવેશ થાય છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો